સ્મૃતિ ઈરાનીએ દીકરીના લગ્ન માટે બુક કરાવ્યો 500 વર્ષ જૂનો શાહી કિલ્લો, જાણો શું છે તેની ખાસિયત
કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ટીવી સ્ટાર સ્મૃતિ ઈરાનીની મોટી દીકરી શેનેલ ઈરાનીના લગ્ન થવા જઈ રહ્યા છે. શેનેલના લગ્નની ઉજવણી 7ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન જોધપુરમાં કરવામાં આવી રહી છે. સ્મૃતિ ઈરાનીની દીકરી શેનલની વાત વ્યવસાયે વકીલ છે. તેણે 2021માં અર્જુન ભલ્લા સાથે સગાઈ કરી હતી. હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની ઉજવણી શરુ થઈ ગઈ છે.
સ્મૃતિ ઈરાનીની દિકરીના શાહી અંદાજમાં લગ્ન
સ્મૃતિ ઈરાનીએ પણ દીકરીને રાજકુમારીની જેમ વિદાય આપવાની તૈયારી કરી લીધી છે. શાનેલના લગ્ન શાહી અંદાજમાં કરવા માટે ખિંવસર ફોર્ટમાં થવા જઈ રહ્યા છે.
જાણો આ કિલ્લાની શુ છે ખાસિયત
ખીંવસર કિલ્લો રાજસ્થાનના નાગૌર જિલ્લાના ખીંવસર ગામમાં સ્થિત છે. આ કિલ્લો 500 વર્ષ જૂનો છે. આ કિલ્લો જોધપુર અને નાગૌરની વચ્ચે આવેલો છે. તે થાર રણની પૂર્વ કિનારે આવેલ છે. આ કિલ્લો રાવ કરમસજીએ1523માં બંધાવ્યો હતો. તેઓ જોધપુરના રાવ જોધાના આઠમા પુત્ર હતા.
કિલ્લાની આજુબાજુનો નજારો
15મી સદીમાં બનેલા આ કિલ્લાની એક તરફ રણ છે અને બીજી તરફ તળાવ છે. અહીં તમે દિવસ દરમિયાન ડેઝર્ટ સફારી કરી શકો છો, અને રાત્રે તમે તારાઓની ચાદર નીચે આરામ કરી શકો છો.
કિલ્લાની અંદરની ફેસિલિટી
આ કિલ્લામાં રહીને સુવર્ણ સૂર્યોદય અને સૂર્યાસ્તની ઝલક જોવા લાયક છે. આ કિલ્લો તમને રોમેન્ટિક વાતાવરણ આપે છે. કિલ્લાની અંદર ઘણી સુંદર અને આકર્ષક ફેસિલિટી પણ છે. જે જોઈને તમારુ મન ખુશ થઈ જશે.
આ સુવિધાઓ પણ હશે ઉપલબ્ધ
ખીંવસર કિલ્લામાં 71 ઓરડાઓ છે. અહીં 4 ફૂડ એન્ડ બેવરેજ આઉટલેટ એટલે કે રેસ્ટોરન્ટ-કાફે વગેરે છે. સભાઓ માટે 2 ભોજન સમારંભ અને સ્થળો છે. અહીં વૈભવી મકાનો વાળા 18 ગામો છે. આ ગામોમાં 2 ખાણીપીણીના આઉટલેટ્સ છે અને 1 ભોજન સમારંભ અને સભા સ્થળ છે.
આરામદાયક અને લક્ઝરી સુવિધાઓ
અહીં રહેવા પર તમને ઘણી આરામદાયક અને લક્ઝરી સુવિધાઓ મળશે. અહીં ફિટનેસ સેન્ટર એટલે કે જિમ છે. તેમજ સ્વિમિંગ પુલ અને સ્પા છે. અહીં તમને મુસાફરીમાં પણ મદદ મળશે. આ ઉપરાંત 24 કલાક તમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે.
આ કિલ્લાના ઓરડાઓ ત્રણ રીતે વહેંચાયેલા છે. સ્ટાન્ડર્ડ રૂમ, જેમાં તમને ટ્રેડિશનલ ડિઝાઇન નોબલ ચેમ્બર્સ, જેમાં તમને હેન્ડક્રાફ્ટેડ ફર્નિચર સાથેનો એક સુંદર ઓરડો મળશે. અને રોયલ ચેમ્બર, એટલે કે ભવ્ય રૂમો મળશે.
અહીં ખાવા માટે ઘણી રેસ્ટોરાં અને કાફે છે. ખીંવસર કિલ્લામાં ધ લાસ્ટ સેન્ટ્રલ કાફે, ફતેહ મહેલ, વંશ, ધ રોયલ રેફ્યુજ અને ફોર્ટ રેમપાર્ટ્સ નામની જગ્યાઓ છે, જ્યાં તમે પરિવાર સાથે શાહી અંદાજમાં જમી શકો છો.
આ પણ વાંચો : લોન લેનારાઓને મોટો ઝાટકો, રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25 વધારો કર્યો