લી, રોમિયો, હની અને રેમ્બો તુર્કીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતની NDRF ટીમને મદદ કરી રહ્યા છે. હકીકતમાં, જૂલી, રોમિયો, હની અને રેમ્બો એ ચાર સભ્યોની ડોગ સ્ક્વોડમાં સામેલ છે જેને NDRF ટીમ સાથે બચાવ માટે તુર્કી મોકલવામાં આવી છે. NDRFની 101 સભ્યોની ટીમ ભૂકંપગ્રસ્ત તુર્કીમાં બચાવ કાર્યમાં લાગેલી છે. ડોગ સ્ક્વોડને તુર્કી મોકલવાના હેતુ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે લેબ્રાડોર જાતિના આ ચાર કૂતરા ખૂબ જ સારી રીતે પ્રશિક્ષિત છે. આ ચારેય આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી દરમિયાન સૂંઘવામાં અને અન્ય મહત્વપૂર્ણ કૌશલ્યોમાં પણ પારંગત છે.
આ પણ વાંચો : તુર્કી-સીરિયામાં ભારે વિનાશ બાદ પેલેસ્ટાઈનની ધરતી ધ્રૂજી, 4.8 ની તીવ્રતાનો ભૂકંપ
તુર્કીમાં મંગળવારે આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતથી અલગ અલગ ટીમોને રાહત અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા છે. પ્રથમ ટીમમાં 51 સભ્યો છે જ્યારે બીજી ટીમમાં 50 સભ્યો છે. NDRFના મહાનિર્દેશક અતુલ કરવલે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ડોગ સ્ક્વોડ અને 101 ટીમના સભ્યો દરેક રીતે તમામ જરૂરી અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. અધિકારીએ કહ્યું હતું કે એનડીઆરએફની ટીમ સ્થાનિક તુર્કી પ્રશાસનને રાહત અને બચાવ કામગીરીમાં જરૂરિયાત મુજબ મદદ કરી રહી છે. NDRF ટુકડીનું નેતૃત્વ કમાન્ડન્ટ ગુરમિન્દર સિંહ કરી રહ્યા છે. જરૂરી સહાય પૂરી પાડવા માટે ડોકટરો અને પેરામેડિક્સ પણ છે.
આ પણ વાંચો : તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી મૃત્યુઆંક 4300ને પાર, ભારતની NDRFની બે ટીમો તુર્કી જવા રવાના
ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે ભારત સરકાર ભૂકંપનો સામનો કરવા માટે તુર્કી સરકારને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે NDRF આપત્તિ પછી રાહત કાર્ય માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. NDRFની ટીમ 2011માં જાપાનની ટ્રિપલ હોનારત અને 2015માં નેપાળમાં આવેલા ભૂકંપમાં પણ રાહત કામગીરીમાં સામેલ હતી. NDRFની રચના 2006માં થઈ હતી. NDRFની ટીમને 2011માં આંતરરાષ્ટ્રીય બચાવ કામગીરી માટે પ્રથમ વખત જાપાન મોકલવામાં આવી હતી. આ પછી 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ વખતે પણ ટીમને રાહત કાર્ય માટે મોકલવામાં આવી હતી. હવે ફરી એકવાર NDRF ટીમને ભૂકંપગ્રસ્ત તુર્કીમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.