ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: અદાણી વિલ્મરની ડીલરશિપના નામે છેતરપિંડી શરૂ, શહેરમાં યુવાનો છેતરાયા

Text To Speech

અદાણી વિલ્મરની ડીલરશિપના બહાને અનેક યુવકો સાથે ઠગાઈ કરવામાં આવી છે. જેમાં કંપનીના બોગસ એપ્રૂવલ લેટર, એપોઈન્ટમેન્ટ લેટર વાપર્યા હતા. તેમજ ડિલરશીપની પ્રોસેસફીના નામે અનેક યુવકો સાથે ઠગાઇ કર્યાનું સામે આવ્યુ હતુ. તથા ત્રણ યુવકોએ પણ તેમની સાથે આવી જ રીતે ઠગાઇ થઇ હોવાની જાણ કરી છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં રહેતા 25 લાખ સૌરાષ્ટ્રવાસીઓને મળશે આ સુવિધાનો લાભ 

પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા

અદાણી વિલ્મર કંપનીની ડિલરશીપ માટે અપ્રુવલ લેટર, ડિસ્ટ્રીબ્યુટરશીપ માટે સર્ટીફિકેટ, નોકરી માટે અપોઇન્ટમેન્ટ લેટર, રબરસ્ટેમ્પ અને કંપનીના ઉચ્ચ કર્મીના નામની ખોટી સહીઓ કરીને ત્રણ ગઠીયાએ દસ્તાવેજ તેમજ ડિલરશીપની પ્રોસેસ ફીના નામે અનેક યુવકો સાથે ઠગાઇ કર્યાનું સામે આવ્યુ હતુ. આ અંગે કંપનીના લિગલ મેનેજરે સાયબર ક્રાઇમમાં ત્રણ ગઠીયા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: જંત્રી વધતા એફોર્ડેબલ મકાનોના ભાવમાં વધારો, જાણો કેટલા ટકા GST લાગશે 

કંપનીના આઇડી પર શિવકુમાર નામના વ્યકિતનો મેઇલ આવ્યો

ઇસનપુર વિસ્તારમાં રહેતા જુબીન મહેશભાઇ મહેતા છેલ્લા 15 વર્ષથી નવરંગપુરા ખાતે અદાણી વિલ્મર નામની કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર લીગલ તરીકે ફરજ બજાવે છે. ગત, 12 ડિસેમ્બરે અદાણી વિલ્મર કંપનીના આઇડી પર શિવકુમાર નામના વ્યકિતનો મેઇલ આવ્યો હતો. જેમાં શિવકુમારે ઉલ્લેખ કર્યો કે, વરૂણ જૈસ્વાલ નામનો વ્યકિતએ જરૂરી દસ્તાવેજ લઇને ડિલરશીપ માટેનું પેમેન્ટ મારી પાસે લીધુ છે પરંતુ હજુ સુધી મને કોઇ ડીલરશીપ આપી નથી. હું ડિલરશીપ અંગે વરૂણ સાથે વાત કરૂ તો તે વધુ રૂપિયાની માંગણી કરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ જાણો સરકારી તિજોરીને કેટલી થશે આવક

હવે તમારી કંપની વિરૂદ્ધ લીગલ એક્શન લઇશ

હું રિટાયર્ડ આર્મીમેન છું હવે તમારી કંપની વિરૂદ્ધ લીગલ એક્શન લઇશ. આ ઉપરાંત શિવકુમારે ઇમેલમાં વરૂણ જૈસ્વાલનું આઇડી કાર્ડ અને અદાણી કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન સર્ટીફીકેટ મોકલ્યુ હતુ. આથી આઇડી અને સર્ટીફિકેટ તપાસ કરતા બન્ને ખોટા હોવાનું સામે આવ્યુ હતુ. વરૂણે અદાણી વિલ્મર કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા કર્મીઓની પણ સર્ટીફિકેટમાં ખોટી સહીઓ કર્યાનું પણ બહાર આવ્ય છે. આ ઉપરાંત અન્ય ત્રણ યુવકોએ પણ તેમની સાથે આવી જ રીતે ઠગાઇ થઇ હોવાની જાણ કરી હતી.

Back to top button