મધ્ય ગુજરાત

AMC : દોઢ મહિનાથી કરેલા 20 ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી

Text To Speech

અમદાવાદ શહેરમાં તંત્રની બેદરકારીનો ભોગ એક કાર ચાલક બન્યો હતો જેમાં છેલ્લા દોઢ મહિનાથી અમદાવાદ મ્યુ.કોર્પોરેશન ધ્વારા સિટીએમ પાસે કરવામાં આવેલા ખાડામાં કાર ખાબકી હતી. આવી ઘટના બનવા છતાં ટ્રાફિક પોલીસ કે એએમસીના કોઈ કર્મચારી ફરક્યાં ન હતા.

આ પણ વાંચો : AMC : હવે અમદાવાદીઓ આ રીતે ઘરે બેઠા ટેક્સ બિલ મેળવી શકશે
કાર - Humdekhengenews મળતી માહિતી મુજબ અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા પૂર્વદિપ સોસાયટીના બીઆરટીએસ સ્ટેન્ડ પાસે દોઢ મહિનાથી ખોડવામાં આવેલા ખાડામાં વહેલી સવારે એક કાર ખાબકી હતી. કારમાં સવાર આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સિલર અરવિંદ શેખ અને તેમનો ડ્રાઈવર હતા જેમની કાર 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. ઘટના બાદ અડધો કલાક સુધી કારમાં બેસી રહ્યા બાદ રાહદારીઓએ સલામત રીતે બંનેને બહાર નિકાળયા હતા અને કાર ને ક્રેન બોલાવીને બહાર કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાત : ગ્રામ્ય વિસ્તારમાં તલાટીની ઘટ, ગ્રામજનો પરેશાન

ઉલ્લેખનીય છે કે તંત્રના પાપે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે પણ તંત્રની આંખો ક્યારે ખૂલતી નથી. એવું લાગી રહ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે.

Back to top button