ટોપ ન્યૂઝનેશનલ

આજે PM મોદી લોકસભામાં આપશે જવાબ, રાષ્ટ્રપતિના સંબોધન પર થશે ચર્ચા

  • કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સંસદમાં સરકારને ઘેરી
  • રાહુલ ગાંધીના પીએમ મોદીને અદાણી મુદે્ પૂછયા પ્રશ્નો
  • રાજ્યસભામાં બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલચાલ

બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના સંબોધન પર મંગળવારે સંસદમાં જોરદાર ચર્ચા બાદ અદાણી ગૃપના શેરના મુદ્દ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલ થઈ હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સંસદમાં સરકારને ઘેરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધનનો જવાબ આપશે.

સંસદમાં રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, પીએમ મોદી ગૌતમ અદાણી સાથે કેટલી વાર વિદેશ ગયા? પહેલા પીએમ મોદી ગૌતમ અદાણીના જહાજમાં વિદેશ પ્રવાસ કરતા હતા પરંતુ હવે ગૌતમ અદાણી પીએમ મોદીના જહાજમાં વિદેશ જાય છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે અદાણીએ 20 વર્ષમાં ભાજપને કેટલા પૈસા આપ્યા?

લોકસભા-રાજ્યસભા કાર્યવાહી સ્થગિત - Humdekhengenews

લોકસભામાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુ કરીને SBI અદાણીને એક અબજ ડોલરની લોન આપે છે. ત્યારબાદ વડાપ્રધાન બાંગ્લાદેશ ગયા અને 1500 મેગાવોટ પાવરનો કોન્ટ્રાક્ટ અદાણીને જાય છે. LICના પૈસા અદાણીની કંપનીમાં કેમ નાખવામાં આવ્યા? રાહુલે કહ્યું કે અનુભવ વગર કોઈને એરપોર્ટનું કામ મળતું નથી. અદાણી પાસે અનુભવ નથી પરંતુ નિયમોમાં ફેરફાર કરીને તેમને દેશના છ એરપોર્ટની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે કહ્યું કે પહેલા એવો નિયમ હતો કે જો કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ન હોય તો તે આ એરપોર્ટ લઈ શકે નહીં. પરંતુ CBI-EDના દબાણમાં ભારત સરકારે એજન્સીનો ઉપયોગ કરીને જીવીકે પાસેથી અદાણી ગૃપે એરપોર્ટ મેળવી લીધું.

આ પણ વાંચો : ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ થતાં જાણો સરકારી તિજોરીને કેટલી થશે આવક

રાજ્યસભામાં હંગામો

બીજી તરફ રાજ્યસભામાં મંગળવારે ગૃહના પ્રથમ તબક્કામાં વિપક્ષના હંગામા બાદ ગૃહની કાર્યવાહી ફરી ચાલુ કરવામાં આવી હતી. ભાજપના ઉત્તર પ્રદેશના સાંસદ ડૉ કે લક્ષ્મણે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે મોદી સરકારના નવ વર્ષના કામ પર પ્રકાશ પાડ્યો હતો. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે વિપક્ષ વતી ચર્ચા શરૂ કરી. ચર્ચા દરમિયાન નિયમ 167ને લઈને અધ્યક્ષ અને દિગ્વિજય વચ્ચે ઉગ્ર બોલાચાલ પણ થઈ હતી. ચેરમેને સભ્યોને નિયમોનુસાર નોટિસ આપવાની પણ સલાહ આપી હતી. પોતાના સંબોધનમાં દિગ્વિજયે મોદી સરકારની અમૃત કાલ પહેલ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે મોદી સરકારને આપેલા સૂટ બુટ કી સરકારના સ્લોગનનો ઉલ્લેખ કરતાં દિગ્વિજય સિંહે કહ્યું કે 2014થી જ્યારે મોદી સરકાર બની ત્યારથી આજદિન સુધી અદાણી જૂથની સંપત્તિ કેવી રીતે વધી.

લોકસભા રાજ્યસભા - Humdekhengenews

પઠાણ ફિલ્મનો ઉલ્લેખ 

ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયને આભાર પ્રસ્તાવ પર પોતાનું સ્ટેન્ડ આપતાં કહ્યું કે ભારતની વિવિધતા અને ભારતનો સાંસ્કૃતિક વારસો એક અનોખી ઓળખ છે, જે આજે સંકટમાં છે, કોઈપણ વિરોધ પક્ષ આવું કરી શકે નહીં. પોતાના ભાષણમાં તેમણે રોજગાર, મોંઘવારી, પેટ્રોલના વધતા ભાવ, મહિલા શિક્ષણ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમે તે કરી બતાવ્યું જે અમે કરી શક્યા નહોતા, તેમણે દેશને બતાવ્યું કે વિશ્વમાં ભારતની ઓળખ સાથે કોઈપણ રીતે ગરબડ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : ઠંડી બાદ ગરમી પણ બનશે અસહ્ય ! જાણો શું કહે છે હવામાન વિભાગના નિષ્ણાંતો

ભાજપના સાંસદ પ્રકાશ જાવડેકરે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ દેશ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. દેશને પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારે દેશના મૂળ માટે કામ કર્યું છે. શિક્ષણથી વિકાસ સુધીની આ પ્રક્રિયાએ દેશને વિશ્વમાં એક અલગ ઓળખ અપાવી છે.

Back to top button