ગુજરાત

ગુજરાત કેડરના IAS કુલદિપ આર્યને સોંપાઈ મહત્વની જવાબદારી

Text To Speech

ગુજરાત કેડરના IAS અધિકારી કુલદીપ આર્યને સરકાર દ્વારા મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ પ્રમાણે તેમને ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

IAS Kuldeep Arya appointment letter
appointment letter

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કેડરના IAS અધિકારી કુલદીપ આર્યને ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ તેઓ ગુજરાતના એડિશનલ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર છે. તેઓ હવે નવી નિયુક્તિ પર નવા ઓર્ડર ન થાય ત્યાં સુધી કાર્યરત રહેશે.

ઉલ્લેખનીય છે કે કુલદીપ આર્યની ગણના એવા અધિકારીઓમાં થાય છે જેઓની કાર્યપદ્ધતીથી લઈને જીવન ધોરણ પણ લો પ્રોફાઈલ રહ્યા છે. આ ઉપરાંત સરકારના વિશ્વાસુ અધિકારીઓમાં પણ તેઓની ગણના થાય છે.

Back to top button