આલિયાએ નકલી નામથી લગ્ન કર્યા, નવાઝુદ્દીનના વકીલે કર્યો ખુલાસો


બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ જોરદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ છેલ્લા સમયથી નવાઝુદ્દીનનું નામ તેની પત્ની આલિયા સિદ્દીકી સાથે ચાલી રહેલા વિવાદને કારણે ચર્ચામાં છે. હાલમાં જ આલિયાના વકીલે નવાઝ અને તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન હવે નવાઝુદ્દીનના વકીલે આલિયા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

નવાઝુદ્દીનની પત્ની આલિયાને લઈ વકીલનો મોટો ખુલાસો
નવાઝુદ્દીન અને આલિયા સિદ્દીકી વચ્ચે ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને નવાઝના પૂર્વ વકીલ નદીમ ઝફર ઝૈદીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પૂર્વ વકીલે આ દરમિયાન કહ્યું કે- નવાઝુદ્દીનની પત્ની આલિય હજુ પણ તેના પહેલા પતિ વિનય ભાર્ગવ સાથે રિલેશનશિપમાં છે. તેણે વિનય સાથે છૂટાછેડા લીધા વગર નવાઝ સાથે લગ્ન કર્યા. આ દરમિયાન આલિયાએ ઝૈનબ નામ રાખીને નવાઝ સાથે લગ્ન કર્યા.

આ સિવાય નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયાએ વર્ષ 2011માં છૂટાછેડા લીધા હતા. બીજી તરફ નવાઝના વકીલ ઝૈદીએ એવો પણ દાવો કર્યો છે કે આલિયા સિદ્દીકીના ઘણા અલગ-અલગ નામ છે. જેમાં અંજલિ, ગાયત્રી, કામાક્ષા, ઝૈનબ અને અંજના પાંડે જેવા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝૈદીએ જણાવ્યું કે આલિયાનું સાચું નામ અંજના પાંડે છે.
આલિયાએ ગંભીર આરોપ લગાવ્યા
હાલમાં જ નવાઝુદ્દીનની પત્ની આલિયાના વકીલે કહ્યું હતું કે- નવાઝુદ્દીનની માતા મહરુનિસા આલિયાને ખાવાનું આપતી નથી અને નવાઝુદ્દીન તેનો ફોન ઉઠાવતો નથી. આ રીતે આલિયાના વકીલે અભિનેતા અને તેના પરિવાર પર આલિયાને હેરાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.