સ્પોર્ટસ

ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે રિષભ પંતને લઈને મોટો ખુલાસો કર્યો

ભારતીય વિકેટકીપર રિષભ પંત ડિસેમ્બર 2022ના અંતમાં એક ભયાનક કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માત બાદ રિષભ પંત હોસ્પિટલમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રિષભ પંતને મેદાનમાં પરત ફરતા લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે. આ દરમિયાન ભારતના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે રિષભ પંતને લઈને મોટો ખુલાસો કર્યો છે. ટીમથી અલગ થયા બાદ પૂર્વ કોચ શ્રીધરે કહ્યું કે ઋષભ પંતે તેની વાત સાંભળી નહીં. ભૂતપૂર્વ કોચે એવો પણ ખુલાસો કર્યો હતો કે ઋષભ પંતની જીદ તેને પાગલ કરી દીધી હતી.

ભારતના ભૂતપૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે તેમના પુસ્તક ‘કોચિંગ બિયોન્ડઃ માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ’માં ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓ વિશે ઘણા ખુલાસા કર્યા છે. રિષભ પંત વિશે પણ તેના પુસ્તકના એક ભાગમાં ઘણી વાતો લખવામાં આવી છે. શ્રીધરે ઋષભ પંત સાથે વિતાવેલા સમય વિશે વિગતવાર જણાવ્યું છે. તેણે જણાવ્યું કે કેવી રીતે ઋષભ પંતની ન સાંભળવાની આદત અને જીદના કારણે તેણે વિકેટકીપરને સલાહ આપવાનું બંધ કરી દીધું હતું.

Rishabh Pant cricketer
Rishabh Pant cricketer

શ્રીધરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, “તેમની કારકિર્દીની શરૂઆતમાં કેટલાક એવા ઇનપુટ્સ હતા જેને તે લેવા માંગતા ન હતા. તેને રમતમાં વિશ્વાસ હતો જે તેને આ સ્થાન સુધી લઈ ગયો હતો. હું કબૂલ કરું છું કે ક્યારેક ઋષભ પંતની આ જીદ મને પાગલ કરી દેતી હતી. પરંતુ ગુસ્સો કે નારાજ થવું કોઈને મદદ કરતું નથી.”

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ શ્રીધરે આગળ લખ્યું, “મારે રિષભ પંતને અલગ-અલગ વસ્તુઓ કરવા માટે પ્રેરિત કરવાનો રસ્તો શોધવો પડ્યો. તે ફક્ત તેના માટે હતું અને ફક્ત ઋષભ પંત જ કહી શકે છે કે આ ફેરફાર તેના માટે ફાયદાકારક છે કે નહીં. પણ તેણે બિલકુલ સાંભળ્યું નહિ. શ્રીધરે લખ્યું, “અમે પ્રેક્ટિસ દરમિયાન ઘણો સમય સાથે વિતાવ્યો છે, પરંતુ એક સમયે મેં રિષભ પંતને સલાહ અને ટિપ્સ આપવાનું બંધ કરી દીધું જ્યારે તે સાંભળતો ન હતો. જ્યારે બોલ તેના હાથમાંથી છૂટી જાય અથવા તે ડઘાઈને મારી તરફ જોતો ત્યારે હું તેને અવગણતો. રિષભ પંત ખૂબ જ સ્માર્ટ છે. તેથી તેને સમજવામાં લાંબો સમય લાગ્યો ન હતો કે કંઈક ખોટું હતું.

Rishabh Pant car accident
Rishabh Pant car accident

શ્રીધરે આગળ લખ્યું કે જ્યારે ઋષભ પંત પોતાની ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે હવે સલાહ લેવાનો સમય આવી ગયો છે. થોડા દિવસો પછી તે મારી પાસે આવ્યો. તેણે કહ્યું, “સાહેબ, તમે કંઈ બોલતા નથી. કૃપા કરીને મને કહો કે શું કરવું. મેં મનમાં હસીને કહ્યું કે તારે હાથની નહિ પણ મનની વાત માની. આ પછી તેણે મારી સલાહ માની લીધી. જ્યારે મન દોરી જાય છે, ત્યારે શરીર તેને અનુસરે છે. હવે તે બોલને સારી રીતે પકડી શકતો હતો.

આ પણ વાંચો : PM મોદી 11 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં ગર્જના કરશે, 2 ચૂંટણી રેલીઓને સંબોધશે

Back to top button