ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: બનાસકાંઠામાં હાથીપગાના પગ પેસારાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા 100 ટીમ બનાવી સર્વે શરૂ

Text To Speech
  • ડીસામાં આરોગ્ય વિભાગની ટીમો રાત્રે સેમ્પલ લઈ રહી છે.

પાલનપુર : દક્ષિણ ગુજરાતમાં હાથીપગા (ફાઈલેરિયા ) રોગના શંકાસ્પદ કેસો મળી આવતા સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. આ રોગ વધુ ન વકરે તે માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે અલગ – અલગ ટીમો બનાવી રાત્રીના સમયે લોકોના બ્લડના સેમ્પલ લઇ સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે.

હાથીપગા રોગને નાથવા માટે આરોગ્ય વિભાગ સાબદુ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગે અલગ – અલગ ટીમો બનાવી સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે. ખાસ કરીને આ રોગરાત્રિના સમયે 8 થી 12 વાગ્યા સુધીમાં લોહીમાં વાયરસ વધારે એક્ટિવ થતો હોવાથી આરોગ્ય વિભાગની ટીમો રાત્રે સેમ્પલ લેવા માટે ઘરે ઘરે ફરી રહી છે. અને લોહીના સેમ્પલ લઇ આવતીકાલે તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપશે. ત્યારબાદ સેમ્પલ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવશે. અત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાથીપગા રોગને આવતો જ અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગે અલગ અલગ 100 જેટલી ટીમો બનાવી સર્વેન્સની કામગીરી શરૂ કરે છે.


ડીસા અર્બન વિસ્તારમાં ફાઈલેરિયા નિયંત્રણ પ્રોગ્રામ હેઠળ વોર્ડમાં રાત્રી સર્વેલન્સ કામગીરી કરવામાં આવી છે. જેમાં ડીસા અર્બન સ્લમ તેમજ નોન સ્લમ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી રાત્રી દરમિયાન સ્લાઇડ લેવામાં આવેલ ,TMPHS નિરંજનભાઈ અને અર્બન હેલ્થ સેન્ટર 2 ના આરોગ્ય સુપરવાઈઝર હરિસિંહ ચૌહાણ તથા સુપરવાઈઝર ભડથ તથા અર્બન MPHW તેમજ ડીસા શહેરી વિસ્તારમાં દરેક વોર્ડ વાઈજ બે બે ટીમ પાડી સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાલનપુર : ભાભરમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઓઈલના 100 ડબ્બા ઝડપાયા

Back to top button