ગુજરાત

વાહનોથી થતા પ્રદુષણને અટકાવવા રાજ્ય સરકારે બનાવ્યો એક્શન

Text To Speech

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવા સાથે વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજયમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટરને મંજૂરી અપાઈ છે જેને માર્ચ 2023 સુધીમાં કાર્યરત કરાશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ.

204 ફિટનેશ સેન્ટર બનાવવા પ્રાથમિક મંજૂરી અપાઈ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે. આ ફિટનેશ સેન્ટરના નિર્માણથી ઓટો સેક્ટરમાં આત્મનિર્ભરતાને વેગ મળશે .

15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ

મંત્રીએ વધુમા ઉમેર્યું હતુ કે, આ પોલીસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 23 લાખ વાહનોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેર જનતાની માલિકીના અને ખાનગી 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી.

વાહનોથી થતા પ્રદુષણ અંગે નિર્ણય-humdekhengenews

ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત કરાશે

ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે સ્ક્રેપ સેન્ટરની મંજૂરી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના થકી રાજ્યમાં 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે.

પ્રદુષણ ઘટવાની સાથે પર્યાવરણની જાળવણી થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપણામાં કેન્દ્ર સરકાર દ્વારા 13 ઓગસ્ટ 2021ના રોજ વાહન સ્ક્રેપીંગ પોલીસી લાગુ કરાવવામાં આવી હતી. આ પોલીસીથી વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાના અભિયાનને વેગ મળશે. તદુપરાંત આ પોલોસીના અમલથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણ જાળવવામાં પણ મદદરૂપ થશે.

આ પણ વાંચો : JEE મેઈન્સનું પરિણામ જાહેર : અમદાવાદના 2 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યા

Back to top button