પાલનપુર : પાંથાવાડા પાસે રેતી ચોરી કરતા ચાર ટ્રેકટર સામે કાર્યવાહી
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં રેતી ની મોટા પાસે ચોરી થઈ રહી છે, અને સાથે સાથે રોયલ્ટીની પણ ચોરી થાય છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગે પાંથાવાડા નજીક ખાનગીમાં ચેકિંગ હાથ ધરતા ચાર જેટલા ટ્રેક્ટર નદીની રેતીની ચોરી કરતા ઝડપાયા હતા. જેમાં વિભાગે રૂ 40 લાખનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રૂ.40 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે કબજે કર્યો
બનાસકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ થઈ ગયા છે. નદીની રેતની ચોરી તો કરે છે, જેની સાથે સરકારને રોયલ્ટી ચોરીની આવકનો પણ ચૂનો લગાડે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા મંગળવારે વહેલી સવારે પાંથાવાડાના ઝાત – ભાડલી ગામ નજીક સાદી રીતની ચોરી કરતા ચાર જેટલા ટ્રેક્ટર ઝડપાઈ ગયા હતા. જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા ચારેય ટ્રેકટરો નો રૂ. 40 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હતી. ભૂસ્તર વિભાગ દ્વારા દંડની કાર્યવાહી પણ
કરવામાં આવી હતી. ભૂસ્તર વિભાગના ખાનગી ચેકિંગથી ખનીજ માફિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી અને સીપુ નદીમાંથી મોટા પાયે રેતી તેમજ રોયલ્ટીની ચોરીની ઘણા સમયથી ફરિયાદો ઉઠી હતી. ત્યારે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો :ગીર સોમનાથ : ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે 6 માસની જેલની સજા ફટકારી