પાલનપુર: ધાનેરાપંથકમાં ઓરીના કેસમાં ઉછાળો
પાલનપુર: ધાનેરા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ઓરીના રોગમાં વધારો થતા અનેક બાળકો ઓરીના રોગથી પીડાઈ રહ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઓરીના રોગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક બાળકો ઓરીના રોગથી પીડાઈ રહ્યા છે. ધાનેરાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં પણ ઓરીના રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટેની તૈયારીઓ કરાઈ છે. બાળકોને વિટામિન ‘ એ ‘ પીવડાવવાની તેમજ અન્ય બાળકોને ચેપી રોગથી દૂર રાખવા માટેની આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સૂચન કરવામાં આવી રહ્યુ છે.
ઓરી અછબડાથી પીડાતા અનેક બાળકો
ધાનેરા સહિત સમગ્ર ગુજરાતમાં એક બાદ એક રોગોને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. પહેલા કોરોના અને હવે ઓરી. ઓરીમાં પણ અનેક બાળક રોગ સામે લડી રહ્યા છે. ધાનેરાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ધાનેરા ખાનગી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર બી. જી. મોરે પણ લોકોને ઓરીના રોગથી માહિતગાર કર્યા હતા. તેમજ ઓરીના રોગ સામે કઈ રીતે લડવું તે માટે સૂચન પણ કર્યું હતું.
આરોગ્ય વિભાગે ઓરીના રોગને ડામવા હાથ ધરી કાર્યવાહી
કુદરતી આફતોને લઈ લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. અવનવા રોગોને લઈ લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. અત્યારે ધાનેરા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારની વાત કરવામાં આવે તો શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં 50% થી વધુ ઓરીના કેસ જોવા મળી રહ્યા છે. ઓરી એક ચેપી રોગ છે અને જે બાળકને ઓરી થયું હોય તે બાળકને અન્ય બાળકોથી દૂર રાખવું. જેથી કરીને આ રોગના ફેલાવાને અટકાવી શકાય. અત્યારે તો તંત્ર દ્વારા પણ આ રોગ પર અંકુશ લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :રાહુલે અદાણી પર હુમલો કરતાં કહ્યું કે “એવુ તો કયો જાદુ થઈ ગયો કે 9 વર્ષમાં બીજા નંબર પર..”