Valentines Day પર પાર્ટનરને રાશિ પ્રમાણે આપો ગિફ્ટઃ સંબંધો મજબુત બનશે
દર વર્ષે 14 ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઇન્સ ડેના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસને લોકો સેલિબ્રેટ કરે છે, જેથી તેઓ પોતાના પાર્ટનરને દિલની વાતો કહી શકે. આ દિવસે પ્રેમના ઇઝહારને ખાસ માનવામાં આવે છે. પ્રેમ કરનારા લોકો આ દિવસની રાહ જોતા હોય છે. કોઇ બહાર ફરવા જાય છે, તો કોઇ ડેટ પર જાય છે. કોઇ પોતાના પાર્ટનરને તેની મનપસંદ ગિફ્ટ આપે છે. જો તમે તમારા પાર્ટનરને કોઇ ભેટ આપવા ઇચ્છતા હો તો તેને રાશિ અનુસાર ગિફ્ટ આપો. તેનાથી સંબંધોમાં મીઠાશ આવશે. જે તેના માટે લકી સાબિત થશે. તો આ વખતે તમારા પાર્ટનર માટે રાશિ અનુસાર ખરીદી કરો. જાણો કયા કલરની ગિફ્ટ તમારા પાર્ટનર માટે બેસ્ટ સાબિત થશે.
મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી મંગળ છે તેથી આ રાશિના લોકો માટે લાલ રંગ શુભ માનવામાં આવે છે. આવા સંજોગોમાં જો તમારા પાર્ટનરની મેષ રાશિ છે તો વેલેન્ટાઇન ડેના દિવસે લાલ રંગની ગિફ્ટ અથવા લાલ કપડા ગિફ્ટ કરી શકો છો. તમે તમારા પાર્ટનરને લાલ રંગનું ગુલાબ પણ આપી શકો છો.
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. વૃષભ રાશિનો શુભ રંગ શુક્ર માનવામાં આવે છે. જો તમારા પાર્ટનરની રાશિ વૃષભ છે તો તમે તેને સફેદ કે હળવા ક્રીમ કલરની ગિફ્ટ આપી શકો છો.
મિથુન રાશિ
મિથુન રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના જાતકો માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. જીવનમાં પ્રેમ વધે તે માટે તમે આ રાશિના પાર્ટનરને લીલા કે તેને સમકક્ષ રંગની ગિફ્ટ આપી શકો છો. તમે આ રંગનુ કાર્ડ પણ આપી શકો છો.
કર્ક રાશિ
આ રાશિનો સ્વામી ચંદ્રમા છે. આ રાશિનો શુભ રંગ સફેદ છે. આવા સંજોગોમાં તમે લાલ રંગ પર સફેદ ધારીવાળુ ગુલાબ આપો તો તે તેનું ભાગ્ય ચમકાવશે. સાથે તમે મોતીની માળા કે પર્ફ્યુમ પણ આપી શકો છો.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સુર્ય છે. આ રાશિના લોકો માટે શુભ રંગ લાલ, ઓરેન્જ, કેસરી, ગોલ્ડન કે પીળો છે. આ વેલેન્ટાઇન ડેમાં તમારા પાર્ટનર માટે આ રંગની કોઇ ગિફ્ટ મળે તો બેસ્ટ છે, નહીં તો આવા રંગનું ગુલાબ જરૂર આપજો.
કન્યા રાશિ
કન્યા રાશિનો સ્વામી બુધ છે. તેથી કન્યા રાશિ માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. તો ચાલો તમારા કન્યા રાશિના પાર્ટનરને ગ્રીન કલરના કપડાં કે અન્ય કોઇ વસ્તુ અને છેવટે ગ્રીન કંઇ ન મળે તો લીલા પાંદડા સાથેનું ગુલાબ અથવા કોઇ છોડ ગિફ્ટમાં આપી શકો છો.
તુલા રાશિ
તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો માટે શુભ રંગ સફેદ હોય છે. તમે વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને રેડ રોઝની સાથે સાથે વ્હાઇટ રોઝ અને વ્હાઇટ કલરનો ડ્રેસ કે શર્ટ પણ આપી શકો છો.
વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિનો સ્વામી પણ મંગળ છે. આ રાશિ માટે શુભ રંગ લાલ અને મરુન છે. તમે વેલેન્ટાઇન ડે પર લાલ કે મરુન કપડા ગિફ્ટ કરી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ આપવી પણ સારી ગણાય છે.
ધન રાશિ
ધન રાશિનો સ્વામી ગુરૂ છે. ગુરૂનો રંગ પીળો હોય છે. તેથી સંબંધોમાં પ્રેમ અને મીઠાસ માટે વેલેન્ટાઇન ડેના અવસરે તમે તમારા પાર્ટનરને સોનાની વીંટી ગિફ્ટ આપી શકો છો.
મકર રાશિ
મકર રાશિનો સ્વામી શનિ છે. આ રાશિનો શુભ રંગ કાળો છે. તમે તમારા પાર્ટનરને નીલા કલરનું ગુલાબ આપી શકો છો. આ સિવાય તમે કોઇ એન્ટિક વસ્તુ ગિફ્ટમાં આપી શકો છો.
કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી પણ શનિ છે. તેથી આ રાશિનો શુભ રંગ કાળો માનવામાં આવે છે. તમે બ્લેક કે નીલા રંગની કોઇ પણ ગિફ્ટ આપી શકો છો.
મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગુરૂ છે. આ રાશિ માટે પીળો રંગ શુભ માનવામાં આવે છે. તો આ વખતે તમારા પાર્ટનરને પીળા રંગના ગુલાબની સાથે સાથે પીળા રંગના કપડા પણ ગિફ્ટ જરૂર કરજો.
આ પણ વાંચોઃ એક જ જન્મમાં, એક સાથે, એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શનનો અમૂલ્ય અવસર એટલે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ