જંત્રીના મુદ્દે અમદાવાદ બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રીને કરી મહત્વની રજુઆત
જંત્રી વધારાના મુદ્દે એક તરફ સરકાર નમતું જોખવા માટે તૈયાર નથી તો બીજી તરફ બિલ્ડરર્સ પણ પોતાની રજુઆત સરકાર સુધી કોઈને કોઇ માધ્યમે પહોંચાડી રહ્યું છે. આજે અમદાવાદ બિલ્ડર એસોસિએશનના આગેવાનો મુખ્યમંત્રીને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. જેમાં તેમને મુખ્યત્વે જંત્રી વધારવા માટે થોડી મુદ્દતનો સમય માંગ્યો હોવાની વાત કરી હતી.
અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને મુખ્યમંત્રીને જંત્રી વધારાના મુદ્દે કરી રજુઆત.#ahmedabad #Builders #builerassociation #ahmedabadbuilerassociation #JantriRates #chiefminister #gujaratgovernment #Gujarat #GujaratiNews #hudekhengenews pic.twitter.com/YciWYyZ6tR
— Hum Dekhenge News (@humdekhengenews) February 7, 2023
આ અંગે બિલ્ડર એસોસિએશનના આગેવાને જણાવ્યું કે, અમે સરકારના જંત્રી વધારવાના નિર્ણયની સાથે સહમત છે પરંતુ અમારી દરખાસ્ત એટલી જ છે કે જંત્રીનો વધારો 1 મે 2023 થી કરવામાં આવે. જેથી બિલ્ડર્સને થોડો સમય મળી શકે. આ ઉપરાંત જમીન અને બાંધકામમાં જંત્રીનો વધારી અલગ-અલગ હોવો જોઇએ.જમીનમાં હાલની જંત્રી કરતા 50% વધારો કરવો જોઇએ તથા બાંધકામની જત્રીમાં હાલ કરતા 20% વધારો કરવો જોઇએ.
આ પણ વાંચો : જંત્રીમાં વધારા અંગે બિલ્ડર એસોસિએશનની મીટિંગમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
બિલ્ડર એસોસિએશનું માનવું છે કે, જંત્રીના દર વધારવાના કારણે મુખ્યત્વે નાના મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલી પડી શકે છે. કેમકે તેમને ભાવ વધારો જોવા મળશે. એટલેકે અર્ફોડેબ્લ હાઉસિંગ સ્કીમમાં ભાવ વધારો મુખ્ય થશે. તેમજ તેમની મુખ્ય રજુઆત એક જ છે જંત્રી 100 ટકા વધારાન બદલે 50 ટકા સુધી વધે અને તે પણ સર્વે કર્યાબાદ 1 મે 2023થી અમલમાં આવવી જોઇએ.
અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને કરેલી રજૂઆતમાં એવી પણ માંગ છે કે, FSI માટે ભરવાની જંત્રી જે 40 ટકા છે તેને માત્ર 20 ટકા કરાય. બિલ્ડર્સ એસોસિએશને એવુ પણ સૂચન કર્યુ છે કે 45 લાખથી ઓછાના મકાનો જે અફોર્ડેબલ હાઉસિંગમાં આવે છે તેમાં 22 લાખથી 45 લાખની વચ્ચેની કિંમતના દસ્તાવેજોમાં જંત્રી ડબલ થઇ જશે. જ્યારે 22 લાખથી ઓછાના મકાનોમાં જ રાહત મળશે. એટલે સરકાર 22 થી 45 લાખ સુધીના અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ યોગ્ય નિર્ણય લે.
તો બીજી તરફ સરકારે સોમવારે બિલ્ડર આગેવાનો સાથે અને અધિકારીઓની સાથે મીટિંગ બાદ કોઇ પણ નિર્ણય કર્યો નથી. અને રાજ્યભરમાં નવી જંત્રી હેઠળ દસ્તાવેજની કાર્યવાહી પણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં હવે સરકાર આજે કેબિનેટ બેઠક બાદ શું નિર્ણય કરે છે તેના પર બિલ્ડર્સની નજર રહેલી છે.