મનોરંજન

કંગનાએ ફરી એક વાર સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, આ કપલને આપી ધમકી

કંગના રનૌત ફરી એક વા સોશિયલ મીડિયા પર ફરી એક વાર હંગામો મચાવતી જોવા મળી છે. બોલિવૂડની ક્વીન કંગના રનૌત આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે. અભિનેત્રી ક્યારેક ‘પઠાણ’ તો ક્યારેક ફિલ્મ સ્ટાર્સને નિશાન બનાવી રહી છે. કંગનાના વલણને જોઈને લાગે છે કે સોશિયલ મીડિયા પર કંગના નવી ઉર્જા સાથે ફરી છે.

કંગનાએ આપી ધમકી

સ્ટાર્સ અને ફિલ્મો બાદ હવે કંગનાએ ફિલ્મ માફિયા પર નિશાન સાધ્યું છે. કંગના રનૌત સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મ માફિયા પર પોતાનો ગુસ્સો ઠાલવતી જોવા મળે છે. આજે ફરી કંગનાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્ટોરી શેર કરતી વખતે ધમકી આપી છે.

કંગનાએ આપી ધમકી-humdekhengenews

જાણો કંગનાએ શુ કહ્યું ?

કંગના રનૌત ભૂતકાળથી ફિલ્મ માફિયાઓ પર પોતાનો ગુસ્સો કાઢતી જોવા મળે છે. અભિનેત્રીએ તાજેતરમાં તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક લાંબી નોંધ લખીને ફિલ્મ માફિયાઓને ધમકી આપી છે. કંગનાએ નામ લીધા વગર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘જે લોકો મારા વિશે ચિંતિત હતા તે બધાને જણાવી દઈએ કે ગઈકાલે રાતથી મારી આસપાસ કોઈ એવી શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી, કોઈ મને કેમેરા સાથે કે કેમેરા વગર ફોલો નથી કરી રહ્યું. , જેઓ લાતોથી માને છે, તેઓ માત્ર લાતોથી માને છે. હું ચંગુ-મંગુ ગેંગને મેસેજ મોકલવા માંગુ છું કે તમારી જાતને સુધારી લેજો નહીંતર હું ઘરમાં ઘુસીને મારીશ..અને જેઓ એમ વિચારે છે કે હું પાગલ છું, તમે તે તો જાણો છો કે હું પાગલ છું.પણ હું કેટલી મોટી પાગલુ છું તે તમે જાણતા નથી”

કંગનાએ આપી ધમકી-humdekhengenews

રણબીર અને આલીયા પર સાંધ્યુ નિશાન

કંગનાએ આ પોસ્ટમાં કોઈનું નામ નથી લીધું પરંતુ તેમના આ શબ્દો પરથી લાગી રહ્યું છે કે તે રણબીર અને આલીયા પર નિશાન સાંધી રહ્યા છે. કંગનાએ પોસ્ટમાં લખ્યુ છે કે કંગના રનૌતે લખ્યું કે આ બધા પાછળ એક સેલિબ્રિટી કપલ છે. ‘તે મારા જેવા કપડાં પહેરે છે, મારા ઘરની જેમ ઇન્ટિરિયર ડિઝાઇન કરાવે છે. તેણે મારા હેરસ્ટાઈલિસ્ટ અને હોમ સ્ટાઈલિસ્ટને પણ રાખ્યા, જેમણે પાછળથી મારી સાથે કામ કરવાની ના પાડી. તેના પતિએ તેને પ્રોડ્યુસર બનવા દબાણ કર્યું અને તેને વધુ મહિલા કેન્દ્રિત ફિલ્મો કરવા કહ્યું. તેઓ એક જ બિલ્ડિંગમાં અલગ રહે છે. તેણે તેના લગ્નમાં એ જ સાડી પહેરી હતી, જે મેં અગાઉ મારા ભાઈના લગ્નના રિસેપ્શનમાં પહેરી હતી. આમ કંગનાએ તેની પોસ્ટમાં આપેલ આ તમામ હીંટ રણબીર અને આલિયાને લાગુ પડે છે. ત્યારે હવે આ મામલે આલીયા અને રણબીર શું પ્રતિક્રિયા આપે છે. તે જોવું રહ્યું.

આ  પણ વાંચો  : એક જ અઠવાડિયામાં ગુજરાતના આ શહેરની ધરા બીજીવાર ધ્રુજી, 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ભયભીત

Back to top button