સટ્ટાકાંડનો સૂત્રધાર રાકેશ વિદેશથી નેટવર્ક ચલાવતો હતો. તથા 60 ટકા હિસ્સો પોતે જ રાખતો હતો. ગુજરાતના સૌથી મોટા 1,414 કરોડના સટ્ટાકાંડમાં નવા ખુલાસા સામે આવ્યા છે. રાકેશ સાગરીતો અને દુબઈ માફિયાને પ્રોટેક્શન મની આપતો હતો. તેમજ અમદાવાદના શૈવલ પરીખને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: 11 હેરિટેજ ઈમારતનું 7 દિવસનું લાઇટબિલ જાણી દંગ રહી જશો
સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશ રાજદેવ વિદેશથી જ નેટવર્ક ચલાવતો
ગુજરાતના સૌથી મોટા 1.414 કરોડના સટ્ટાકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર રાકેશ રાજદેવ વિદેશથી જ નેટવર્ક ચલાવી રહ્યો છે. રાકેશના જે વ્યવહારો થતાં તેમાંથી 60 ટકા હિસ્સો તે પોતે રાખતો અને બાકીના તેના સાગરિતો અને દુબઈ માફિયાઓને પ્રોટેક્શન મની તરીકે આપતો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે રાકેશ રાજદેવ અને તેના સાગરીતોની ઓફિસે આઈટી, ઇડી, ક્રાઇમબ્રાંચ ટૂંક સમયમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે. આ ઉપરાંત ટૂંક સમયમાં એટીએસ પણ આ તપાસમાં જોતરાશે તેવી શંકા સેવાઇ રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ભાવી અદ્ધરતાલ, 1,657 સ્કૂલોમાં ફક્ત એક જ શિક્ષક
મુખ્ય આરોપી રાકેશ રાજદેવ મામલે વધુ ખુલાસા સામે આવ્યા
ગુજરાતમાં 1,414 કરોડોના સટ્ટા બેટિંગમાં મુખ્ય આરોપી રાકેશ રાજદેવ મામલે વધુ ખુલાસા સામે આવ્યા છે, જેમાં આરોપી અને સટ્ટાકિંગ રાકેશ રાજદેવ પર પોલીસ ગાળિયો કસ્યો છે. જે વર્ષોથી રાજકીય અને પોલીસની રહેમનજર હેઠળ પોતાનુ નેટવર્ક ચલાવતા રાકેશ પર ક્રાઇમ બ્રાંન્ચે કાર્યવાહી શરૂ કરી છે. રાકેશ વર્ષોથી વિદેશમાં બેઠા બેઠા સમગ્ર ગુજરાતમાં પોતાનું રેકેટ ચલાવતો હતો. જેમાં રાકેશ રાજદેવના જે વ્યવહારો થયા હતા તેમાં 60 ટકા હિસ્સો તેનો હતો. બાકીના તે પોતાના નેટવર્કમાં સંડોવાયેલા સાગરીતોમાં વહેંચતો. આ ઉપરાંત તે દુબઇના માફ્યિાઓને પ્રોટેકશન મની આપતો હોવાનું સામે આવ્યુ છે. જ્યારે દિલ્લી, મુંબઇ, અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત તમામ જગ્યાઓ પર રાકેશે સટ્ટાબજારની ઓફિસો ખોલી હતી. ત્યાંથી અલગ અલગ વ્યક્તિઓ મારફ્તે સટ્ટાનું રેકેટ ઓપરેટ કરતો હતો.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં G-20ની પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકનો પ્રારંભ
શૈવલ પરીખને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા
આ તમામ જગ્યાઓ પર ટૂંક સમયમાં ઇડી, ક્રાઇમબ્રાંચ, ઇન્કમટેક્ષ સર્ચ ઓપરેશન હાથ ધરશે. આટલું જ નહિ ટૂંક સમયમાં એટીએસ પણ આ મામલે જોતરાશે. આ ઉપરાંત મની ટ્રેલની ફેરોન્સિક તપાસ થયા બાદ અન્ય રાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઇ શકે છે. જ્યારે પોલીસ તપાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરશે અનેતે ઇન્કમટેક્ષ અને ઇડી તથા સીબીઆઇને સોંપશે. જ્યારે રાકેશ રાજદેવ સામે ગુજરાત પોલીસના ચોપડે સટ્ટા બેટિંગના એક બે નહિ પરંતુ અઢળક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. રાકેશ સામે થોડા વર્ષ અગાઉ 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોધાઇ હતી. જેમાં અમદાવાદના શૈવલ પરીખને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હતા.