ગુજરાતટોપ ન્યૂઝ

મિશ્ર ઋતુ બાદ ઠંઠીના હજુ એક રાઉન્ડની આગાહી

Text To Speech
  • રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યુ હતું
  • ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો
  • ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે અને રાત્રે ફરી ઠંડીનો અનુભવાય છે. તેના વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયામાં કડકડતી ઠંડી છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડી ઓછી થઈ અને ગરમી અનુભવાતી હતી. જો કે હવામાન ખાતાના દ્વારા જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો હજુ એક રાઉન્ડ બાકી છે.

આ પણ વાંચો : કાશ્મીર કરતા તો અફઘાનિસ્તાનની હાલત સારી છે : પૂર્વ CM મહેબૂબા મુફ્તીનો BJP ઉપર પ્રહાર

ત્રણ-ચાર દિવસથી તાપમાનમાં વધારો 

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો હતો. તાપમાનના આ વધારાને કારણે ઠંડીની અસર ઓછી થઈ ગઈ હતી અને ગરમીનું પ્રમાણ વધી ગયુ હતું. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ-ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વહેલી સવારે ઠંડી બાદ બપોર પછી ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે.

ઠંઠીમાં રાહત - Humdekhengenews

ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે

હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો એક રાઉન્ડ હજી આવશે, કારણ કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સથી રાજ્યમાં ગરમીનુ પ્રમાણ વધ્યુ છે. એટલે અત્યારે સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. ઠંડીનો હજુ એક રાઉન્ડ બાકી છે.

Back to top button