ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીમનોરંજન

વડોદરાની ક્ષમા બિંદુ કરશે પોતાની જાત સાથે લગ્ન, જાણો આ અનોખા લગ્ન વિશે

Text To Speech

ભારતમાં કદાચ આ પહેલો કિસ્સો હશે, જેમાં એક યુવતીના લગ્ન થવા જઈ રહ્યા છે, પરંતુ તેમાં વરરાજા હોય નહીં. કારણ કે આ લગ્ન અન્ય સામાન્ય લગ્ન કરતા અલગ છે. વાસ્તવમાં વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદુ 11 જૂને મંદિરમાં પોતાની જાત સાથે જ લગ્ન કરવા જઈ રહી છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે હનીમૂન પર પણ જશે, જેના માટે તેણે ગોવામાં 2 અઠવાડિયા વિતાવવાનું પ્લાનિંગ પણ કર્યું છે.લગ્ન એ બે આત્માઓનું મિલન છે. તમે આ ડાયલોગ બહુ સાંભળ્યો હશે. સિરિયલોથી લઈને ફિલ્મોમાં પણ તે વધુ જોવા મળે છે. જો કે, આ શબ્દોને રીયલ લાઈફમાં અનુસરવા જઈ રહી છે વડોદરાની યુવતી.

ક્ષમા મૂળ વડોદરાથી છે અને તેણીએ જણાવ્યું છે કે, મારે ક્યારેય લગ્ન કરવા જ નહતા પણ મને દુલ્હન બનવાની ઇચ્છા હતી અને તેથી જ મેં આ નિર્ણય કર્યો છે.જો તમને લાગતું હોય કે, ક્ષમા બિંદુના આ લગ્નનાં વિચારથી તેના માતા-પિતાએ તેનો વિરોધ કર્યો હશે, તો તમે ખોટું વિચારો છો. વાત એમ છે કે ક્ષમાના આ નિર્ણયથી તેના માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ તેને મળ્યો છે. હવે તેમને જ કોઇ વાંધો ન હોય તો, બીજા લોકો શું કહે છે, તેનાથી કોઇ ફરક પડતો નથી.

જો કે ક્ષમાના આ નિર્ણયથી તમને ઘણું આશ્ચર્ય થયું હશે, પરંતુ સત્ય એ છે કે આવું પગલું ભરવામાં તે એકલી નથી, દુનિયાભરમાં આવા ઘણા લોકો છે, જેમણે જીવનભર કોઈ બીજા સાથે રહેવાનું વચન આપવાના બદલે પોતાને જ જીવનસાથી બનાવી અને પોતાની જાત સાથે જ લગ્ન કરી લીધા છે.આ પ્રકારના સંબંધને સોલોગોમી કહેવામાં આવે છે. આ કોઇ નવી ટર્મ નથી. ગુજરાતની ક્ષમાના કારણે આ શબ્દ હવે વધુ પ્રકાશમાં આવી રહ્યો હોય તેવું લાગે છે. આ એવા પ્રકારના લગ્ન હોય છે, જેમાં વિવાહ સંબંધિત તમામ રીત-રિવાજો કરવામાં આવે છે. ફરક એટલો જ છે કે વ્યક્તિ બીજા કોઈ સાથે નહિ પણ પોતાની જાત સાથે લગ્ન કરે છે. આ જ કારણ છે કે તેને સાદી ભાષામાં સ્વ-લગ્ન પણ કહેવાય છે.
ખૂબ મુશ્કેલીથી પંડિત મળ્યા
મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે, પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંદૂર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા છે. તેમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા છે. વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. હું દુલ્હન બનવા માગું છું, પણ પત્ની બનવા માગતી નથી. મેં ચણિયાચોળી, ધોતી કુર્તા, સાડી અને જ્વેલરી ખરીદી છે. લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છું. હું બાળક એડોપ્ટ કરીશ અને તેમ ન કરી શકી તો NGOમાં બાળકો માટે કામ કરીશ.
હનિમૂન પર ગોવા જશે
ક્ષમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા છે. ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી ક્ષમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયાં સુધી રહેશે.
આ પ્રકારના સંબંધને સોલોગોમી કહેવામાં આવે છે. આ કોઇ નવી ટર્મ નથી. ગુજરાતની ક્ષમાના કારણે આ શબ્દ હવે વધુ પ્રકાશમાં આવી રહ્યો હોય તેવું લાગે છે. આ એવા પ્રકારના લગ્ન હોય છે, જેમાં વિવાહ સંબંધિત તમામ રીત-રિવાજો કરવામાં આવે છે. ફરક એટલો જ છે કે વ્યક્તિ બીજા કોઈ સાથે નહિ પણ પોતાની જાત સાથે લગ્ન કરે છે. આ જ કારણ છે કે તેને સાદી ભાષામાં સ્વ-લગ્ન પણ કહેવાય છે. સોલોગામીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને 21મી સદીની છોકરીઓમાં તેનો ટ્રેન્ડ એટલો વધી ગયો છે
Back to top button