અમદાવાદમાં સૌથી ઘાતક કેન્સરમાં બ્રેસ્ટ બાદ સર્વાઈકલ કેન્સર બીજા ક્રમે આવે છે. તેમાં સર્વાઇકલ કેન્સરના કારણે ભારતમાં 2020માં 77,348 મહિલાઓનાં મોત થયા છે. જેમાં 75 ટકા કિસ્સામાં થર્ડ સ્ટેજમાં જ નિદાન થતાં ઈલાજ કરવો જટિલ બને છે. તથા સર્વાઈકલ કેન્સર અમદાવાદમાં 1 લાખની વસ્તી પૈકી 16.7 મહિલાઓને અસર કરે છે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી લંડન ગયા અને એકાઉન્ટન્ટે રૂ.48 લાખનો ખેલ પાડ્યો
સર્વાઈકલ કેન્સરનાં લક્ષણો
– યોનિમાંથી પાણી અથવા લોહીનો સ્ત્રાવ.
– પેલ્વિક વિસ્તારમાં દબાણ અથવા અસ્વસ્થતા
– કેટલાક દર્દીઓ કોઈ પણ લક્ષણોની જાણ કરી શકતા નથી
– યોનિમાર્ગ રક્ત સ્ત્રાવ
– પેલ્વિક પીડા
– સેક્સ દરમિયાન દુખાવો
– સર્વાઇકલ કેન્સર પરીક્ષણ
સર્વાઇકલ કેન્સર એ બીજા ક્રમનું સૌથી વધુ વ્યાપક કેન્સર
અમદાવાદમાં સ્તન કેન્સર પછી સર્વાઇકલ કેન્સર એ બીજા ક્રમનું સૌથી વધુ વ્યાપક કેન્સર છે અને અમદાવાદીઓમાં સર્વાઈકલ કેન્સરનું વધુ પ્રમાણ જોવા મળે છે. ICMR- NCDIR 2021 NCRP રીપોર્ટના જણાવ્યાનુસાર, સર્વિક્સ યુટેરી એ અમદાવાદમાં મહિલાઓમાં કેન્સરનું બીજું સૌથી વધુ વ્યાપક અસર કરતી જગ્યા છે અને મહિલાઓમાં આ કેન્સર 9.3% છે. સર્વાઈકલ કેન્સર અમદાવાદમાં 1 લાખની વસ્તી પૈકી 16.7 મહિલાઓને અસર કરે છે. આમ, અમદાવાદીઓ સર્વાઈકલ કેન્સરનો વધુ ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ મંદિરમાં ઉધરસ મટાડવા શ્રદ્ધાળુઓ રાખે છે ગાંઠિયાના પ્રસાદની બાધા
2020માં મહિલાઓમાં થતા કેસોમાં સર્વાઇકલ કેન્સર 18.3% હિસ્સો
હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)ને કારણે સર્વાઇકલ કેન્સરના રોગને કારણે ભારતમાં 2020ના વર્ષમાં 77,348 મહિલાઓના મોત નીપજ્યા હોવાથી તેને દેશમાં મૃત્યુ માટે કારણભૂત બીજા ક્રમનું સૌથી વધુ કેન્સર ગણવામાં આવે છે. GLO- BOCAN 2020 રિપોર્ટ અનુસાર, ભારતમાં તમામ કેન્સરમાં સર્વાઇકલ કેન્સરનો 9.4% હિસ્સો છે, જે ફ્ફ્સાના કેન્સર (5.5%) કરતા પણ વધુ છે. 2020 માં મહિલાઓમાં થતા કેસોમાં સર્વાઇકલ કેન્સર 18.3% હિસ્સો ધરાવે છે.
12થી 14 વર્ષની થાય ત્યાં સુધીમાં છોકરીઓને રસી આપવી જરૂરી
ગાયનેકોલોજીસ્ટ નિષ્ણાંતના જણાવ્યાનુસાર, દર વર્ષે સમગ્ર વિશ્વમાં નોંધાતા સર્વાઇકલ કેન્સરના 5.5 લાખ કેસો પૈકી ચોથા ભાગ સર્વાઈકલ કેન્સરના કેસ ભારતમાં જોવા મળે છે. ભારતમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સરના કેસો પૈકી 75% દર્દીઓનું ત્રીજ તબક્કાના પરીક્ષણમાં જ નિદાન થઈ શકે છે અને તેનો ઈલાજ કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. જો સર્વાઈકલ કેન્સરનું વહેલું એટલેકે પ્રારંભિક તબક્કામાં નિદાન થઈ શકે તો તેનો ઈલાજ થઈ શકે છે અને તેને અટકાવી શકાય છે. મોટાભાગે જાતીય સંભોગ દ્વારા HPVનુંપ્રસારિત થતો હોવાથી આપણે 12થી 14 વર્ષની થાય ત્યાં સુધીમાં છોકરીઓને રસી આપવી જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાતના બુકીઓના “સ્વર્ગ સમા” વિદેશી રહેઠાણ પર તવાઇ
15 વર્ષની વય પછી આ વેક્સિનના ત્રણ ડોઝ લેવા જરૂરી
એક ચતુર્થાંશ HPV રસીની કિંમત આશરે રૂ. 3,000 છે. જ્યારે બિન- સંયોજક HPV રસીની કિંમત રૂ.7,000 પ્રતિ ડોઝ છે. ડોકટરોના જણાવ્યાનુસાર, જો 15 વર્ષની ઉંમર પહેલા રસીના બે ડોઝ લેવામાં આવે તો તે પૂરતા છે. 15 વર્ષની વય પછી આ વેક્સિનના ત્રણ ડોઝ લેવા જરૂરી હોય છે. તાજેતરમાં WHO એ જણાવ્યું હતું કે, HPV રસીનો એક ડોઝ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ પૂરૂં પાડે છે અને રસીના બે અને ત્રણ ડોઝ વધુ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે પરંતુ એક ડોઝ પર્યાપ્ત રક્ષણ આપે છે.