ગુજરાતના આ મંદિરમાં ઉધરસ મટાડવા શ્રદ્ધાળુઓ રાખે છે ગાંઠિયાના પ્રસાદની બાધા
સુરતમાં અનોખા બે મંદિર છે. જેમાં ઉધરસ મટાડવા શ્રદ્ધાળુઓ માનતા રાખે છે. તેમાં ઉધરસની બીમારીમાંથી સાજા થતાં ભક્તો ગાંઠિયાનો પ્રસાદ ચઢાવે છે. તથા આ પ્રસાદ ઘરે લઈ જવાની મનાઈ છે. કાપોદ્રા અને પારલે પોઇન્ટ વિસ્તારમાં ખોખલી માતા મંદિરે માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે. શહેરના કાપોદ્રા સાગર સોસાયટી કોમ્યુનિટી હોલ અને પારલે પોઇન્ટ પાસે આવેલ ખોખલી માતાજીના મંદિરની ભક્તોમાં અનેરી શ્રદ્ધા જોવા મળી રહી છે. સામાન્ય રીતે નવરાત્રીના તહેવારમાં માતાજીના મંદિરોમાં પૂજા-અર્ચના થતી રહે છે, પરંતુ આ બંને સ્થળે આવેલ પવિત્ર ખોખલી માતાજીના મંદિરમાં પણ એટલી જ શ્રદ્ધાથી ભક્તો ઉધરસ થઇ હોય તો દવા કરાવવાની સાથે સાથે માનતા પણ રાખે છે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી લંડન ગયા અને એકાઉન્ટન્ટે રૂ.48 લાખનો ખેલ પાડ્યો
ઉધરસની બીમારીમાંથી સાજા થતાં ભક્તો ગાંઠિયાનો પ્રસાદ ધરાવે છે
લોકવાયકા મુજબ માનતા રાખવાથી ઉધરસની બીમારીમાંથી સાજા થતાં ભક્તો ગાંઠિયાનો પ્રસાદ ધરાવી પોતાની માનતા પૂરી કરીને આશીર્વાદ મેળવે છે. દરેક મંદિર પાછળ લોકોની જુદી જુદી લોકવાયકા અને માન્યતા હોય છે. અને નાના મોટા મંદિરોમાં દર્શન કરવા કે માનતા પૂરી કરવા દૂર દૂરથી આવીને જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સરકારી સ્કૂલો વધુ સુવિધા યુક્ત, જાણો કેવી રીતે
દવા કરવાની સાથે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવાની માનતા
લોકો માંદગી અન્ય તકલીફોમાં દેવ-દેવીઓના મંદિરમાં માનતા-બાધા પૂરી કરવા જતા હોય છે. ત્યારે સુરત શહેરમાં આવા બે અનોખા મંદિર આવેલા છે. એક શહેરના કાપોદ્રા સ્થિત સાગર સોસાયટી પાસેના મનપા કોમ્યુનિટી હોલ સામેનું અને બીજું પારલે પોઇન્ટ અંબાજી મંદિર નજીકના એમ આ બંને મંદિરોમાં ખોખલી માતાની મૂર્તિ બિરાજમાન છે. ભક્તોને ખોખલી માતાના મંદિરમાં અનેરી શ્રદ્ધા જોવા મળી રહી છે. કાપોદ્રામાં આવેલ ખોખલી માતાના મંદિરમાં સ્વયં પ્રગટ થયેલ ખોખલી મા ત્રિશૂલમાં પ્રકટ થયા છે. ઘણા વર્ષોથી આ મંદિરોમાં ઉધરસ જેવી માંદગી થઇ હોય તો દવા કરવાની સાથે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવાની માનતા રાખે છે. શ્રાદ્ધાળુઓના જણાવ્યા મુજબ માનતા રાખવાના બીજા જ દિવસથી ઉધરસમાં ફરક પડે છે. ઉપરાંત હાથપગમાં વા ની બીમારી કે શરીરમાં ગુમડાં થયા હોય તો બીમારી સારી થતાં ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતના બુકીઓના “સ્વર્ગ સમા” વિદેશી રહેઠાણ પર તવાઇ
છેલ્લાં 20 વર્ષથી મંદિરની પુનઃ અહીં સ્થાપના કરવામાં આવી
કાપોદ્રા સ્થિત ખોખલી માતા મંદિરનો વહીવટ સંભાળતા સંચાલકના જણાવ્યા મુજબ વર્ષો અગાઉ કમલપાર્ક ખાતે મંદિર હતું, પરંતુ છેલ્લાં 20 વર્ષથી મંદિરની પુનઃ અહીં સ્થાપના કરવામાં આવી છે. લોકો માનતા પૂરી થયા પછી મંદિરના સંકુલમાં બેસીને ગાંઠિયાનો પ્રસાદ ધરાવી સહકુટુંબ દર્શન કરીને પ્રસાદ આરોગે છે. મંદિરની માનતા રાખતી વખતે જેટલા ગાંઠિયાચડાવવાની માનતા રાખી હોય તેના કરતાં બમણાં ચડાવવાના હોય છે. આ પ્રસાદ ઘરે લઇ જવાતો નથી.