ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના બુકીઓના “સ્વર્ગ સમા” વિદેશી રહેઠાણ પર તવાઇ

દુબઈમાં બુકીઓ પર તવાઈ આવી છે. જેમાં 500થી વધુ બુકીઓને વૈભવી વિલા ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં એક વિલામાં 40થી વધુ બુકી રહેતા હોવાથી માત્ર ફેમિલી સાથે જ રહેવા પોલીસનું ફરમાન છે. તેમજ બુકીઓનો એજન્ડા છે કે બેંક ઓફિસર્સની મિલીભગતથી ડમી ખાતા ખોલવા તથા પોલીસની ધોંસ વધે તો રૂપિયા ટ્રાન્સફર કરી દેવાના.

રોજેરોજ કરોડોના RTGS કરાવી તેને આંગડિયા મારફતે હવાલા પડાવતા

ગુજરાતના 500થી વધુ ક્રિકેટ, શેરબજાર અને એમસીએક્સના બુકીઓએ આખું ઓપરેશન રાજ્યમાંથી ક્રમશઃ ખસેડી દુબઈની જાહોજલાલી અને ટેકનોલોજીથી સજ્જ ભવ્ય વીલાઓમાં સ્થાપિત કર્યું હતું. જ્યાં દુબઈ પોલીસની ધોંસ વધતા હવે દુબઈથી અન્યત્ર ખસેડવા માટે આવી રહ્યું છે. દુબઈમાં વીલામાં ફેમીલી સાથે રહેવા સહિતના નિયમો લાગુ પાડવામા આવ્યા છે. બુકીઓ સટ્ટામાં જે નાણાં કમાય તે ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોના નામે રાષ્ટ્રીયકૃત નહીં પણ માત્ર ખાનગી બેન્કોના જ ખાતા ખોલાવી તેમાંથી રોજેરોજ કરોડોના RTGS કરાવી તેને આંગડિયા મારફતે હવાલા પડાવીને રોકડી કરી લેવામાં આવતા હતા. અમદાવાદના જ આશરે 1,000 જેટલા ગરીબોના બેંકના ખાતાઓ બુકીઓએ એજન્ટો મારફતે ખોલાવીને બુકીઓને એક ટકામાં આપવામાં આવે છે. જેમાં પોલીસ દ્વારા ખાતું ફીજ કરવામાં આવે તો ખાતા ધારકને લઈને જવા સહિતની જવાબદારી ખાતુ આપનારની હોય છે.

ગુજરાતમાંથી શેરબજારના ડબ્બા ચલાવતા લોકો પણ દુબઈ ટ્રાન્સફર થયા

જયારે બુકીએ ખાતાનો પોલીસ સહિતનો ખર્ચ કરવાનો રહે છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા, ચાંદખેડા, વાસણા વિસ્તારના રહેતા ગરીબોના ખાતાનો છેલ્લા અઢી વર્ષથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે એક ખાતામાં બેથી દસ કરોડનું ટર્ન ઓવર કરવામાં આવે છે. જેમાં બુકી, જવેલર્સ અને શ્રોફ આરટીજીએસ માટે વાપરતા હોય છે. બુકીઓ બાદ ગુજરાતમાંથી શેરબજારના ડબ્બા ચલાવતા લોકો પણ દુબઈ ટ્રાન્સફર થઈ ગયા છે.

અમદાવાદમાં જ રોજ 50થી 80 કરોડની હાર-જીત જ થાય છે

ગુજરાત સહિત દેશભરમાં ક્રિકેટ અને શેરબજારનો ધંધો મોટાપાયે ચાલતો હતો. જેમાં દરરોજની હારજીત પણ રૂ.50 થી 80 કરોડની અમદાવાદમાં થતી હતી. જયારે ગુજરાતમાં આશરે 250 કરોડથી વધુની થતી હતી. જેમાં પોલીસ દ્વારા ઉપરા છાપરી કેસો કરવાનું ચાલુ કરીને મોટા બુકીના નામો ખોલીને મનફાવે તેવી રકમો પડાવતા હતા.જેના લીધે કંટાળીને પહેલા ક્રિકેટના બુકીઓ દુબઈ નાસી ગયા, પછી શેરબજારના સટ્ટોડિયા દુબઈથી કામકાજ ચલાવી રહ્યા છે.

Back to top button