શું નીતિન પટેલે જંત્રીના દરમાં કોઈ સુધારો ન કરવાનો ઈશારો આપ્યો ?
ગુજરાત સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો છે ત્યારે આજે બિલ્ડર્સ એસોશિએશન દ્વારા મુકયમંત્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે પોતાની કેટલીક માંગણીઓ મુખ્યમંત્રી સમક્ષ રાખી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે મીડિયા સમક્ષ કહ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા 11 વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો કર્યો ન હતો. જુદા જુદા રાજ્યોમાં દર બે ત્રણ વર્ષે જંત્રીના દરમાં નિયમિત વધારો થતો હોય છે ત્યારે ગુજરાત સરકારે મધ્યમ અને ગરીબ વર્ગને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકારે જંત્રીમાં કોઈ વધારો કર્યો ન હતો, જેથી સમય મર્યાદાના અનુસંધાનમાં કરાયેલ જંત્રીમાં વધારો એ વ્યાજબી છે. જંત્રીની આવક એ ગુજરાત સરકારને થતી કુલ આવકના પ્રમાણમાં ખૂબ જ મર્યાદિત છે.
આ પણ વાંચો : AMC : હવે અમદાવાદીઓ આ રીતે ઘરે બેઠા ટેક્સ બિલ મેળવી શકશે
વધુમાં તેમણે વિપક્ષ પર હુમલો કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે, કોંગ્રેસ હજુ પણ ગુજરાતની જનતાએ ભણાવેલ પાઠમાંથી બહાર નથી આવતી. ગયા વર્ષે 10,500 કરોડની આવક સરકારને થઈ હોય અને હવે જંત્રીમાં ડબલ વધારો કરવામાં આવે તો સરકારની આવક 22 થી 24 હજાર કરોડ જેટલી થશે જેના પરથી લાગી રહ્યું છે કે સરકાર બજેટ સત્ર પછી નવા નિયમોની અમલવારી કરી શકે છે.