ગુજરાત

7 અને 8 ફેબ્રુઆરીએ આ કારણોથી મુખ્યમંત્રી ગાંધીનગરમાં કોઇને મળશે નહીં

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા.7 ફેબ્રુઆરી અને બુધવાર તા.8 ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા.7 ફેબ્રુઆરી, મંગળવાર અને તા.8 મી ને બુધવારે ગાંધીનગરમાં સાંસદ, ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો-નાગરિકોને મળી શકશે નહી.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : વઢવાણમાં ત્રિપલ મર્ડર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
ભૂપેન્દ્ર પટેલ - HumdekhengenewsG-20 નું પ્રતિનિધત્વ ભારત દેશને મળ્યું છે ત્યારે ગુજરાતમાં પણ તેના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થયા છે અને દેશ-વિદેશના લોકો ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતે પણ તેમની મહેમાનગતિ કરવામાં કોઈ કશર રાખી નથી. એક અવસરની રીતે સમગ્ર કાર્યક્રમોનું આયોજન G-20 અંતર્ગત ગુજરતમાં થઈ રહ્યું છે.

આ પણ વાંચો : સુરત : સ્માર્ટ બજાર મોલમાં આગ લગતા અફરાતફરી, ફાયર વિભાગનું દિલધડક ઓપરેશન
ભૂપેન્દ્ર પટેલ - Humdekhengenewsઉલ્લેખનીય છે કે, ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 ની બેઠકો પૈકી 15 બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક તા. 7 થી 9 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે. આ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.

Back to top button