ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

આજથી શરૂ થયુ વેલેન્ટાઇન વીકઃ રોઝ આપી કરો પ્રેમનો એકરાર

ફેબ્રુઆરી મહિનો લવ અને રોમાન્સનો મહિનો કહેવાય છે. આ મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇ ડે પણ મનાવવામાં આવે છે. આ મહિનાની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. કપલ્સ માટે આ મહિનાનું ખાસ મહત્ત્વ હોય છે. વેલેન્ટાઇન વીકમાં દરરોજ અલગ અલગ દિવસો સેલિબ્રેટ કરવામાં આવે છે. 7 ફેબ્રુઆરીથી લઇને 14 ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઇન વીક ઉજવવામાં આવશે. પ્રેમનો ઇઝહાર કરનાર અને પ્રપોઝ કરનાર વ્યક્તિને વેલેન્ટાઇન વીકની આતુરતાથી રાહ હોય છે. આવો જાણીએ ક્યારે મનાવાશે કયો દિવસ

 

આજથી શરૂ થયુ વેલેન્ટાઇન વીકઃ રોઝ આપી કરો પ્રેમનો ઇકરાર hum dekhenge news

7 ફેબ્રુઆરી- રોઝ ડે

વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થાય છે. આ વીકના પહેલા દિવસે રોઝ ડે મનાવવામાં આવે છે. આ દિવસે પોતાના પ્રેમીને ગુલાબનું ફુલ આપવામાં આવે છે. પ્રેમનો ઇઝહાર કરવાન હોય તો લાલ ગુલાબથી જ કરજો

8 ફેબ્રુઆરી – પ્રપોઝ ડે

વેલેન્ટાઇન ડેનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. 8 ફ્રેબુઆરીના રોજ પ્રપોઝ ડે મનાવવામાં આવે છે. આ દિવસે જો તમે કોઇને પ્રેમ કરતા હો તો તેને પ્રપોઝ કરવાનો દિવસ છે. તમારા દિલની વાત કોઇને કહેવા ઇચ્છતા હો તો આ સૌથી સારો દિવસ છે.

આજથી શરૂ થયુ વેલેન્ટાઇન વીકઃ રોઝ આપી કરો પ્રેમનો ઇકરાર hum dekhenge news

9 ફેબ્રુઆરી – ચોકલેટ ડે

9 ફેબ્રુઆરીના રોજ ચોકલેટ ડે મનાવવામાં આવે છે. આ વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ હોય છે. ચોકલેટ આપીને કપલ્સ આ દિવસને સેલિબ્રેટ કરતા હોય છે. કપલ્સ ચોકલેટ આપીને એકબીજા સાથે પ્રેમભરી વાતો કરે છે. ચોકલેટની જેમ તેમના પ્રેમમાં મીઠાસ જળવાઇ રહે છે.

10 ફેબ્રુઆરી – ટેડી ડે

વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ એટલે કે ટેડી ડે. 10 ફેબ્રઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે ગમતી વ્યક્તિને ટેડી આપીને આ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. ડેટીબિયર દિલની કોમળતાનો અહેસાસ કરાવે છે.

આજથી શરૂ થયુ વેલેન્ટાઇન વીકઃ રોઝ આપી કરો પ્રેમનો ઇકરાર hum dekhenge news

11 ફેબ્રુઆરી- પ્રોમિસ ડે

પ્રોમિસ ડેનો પાંચમો દિવસ પ્રોમિસ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે કપલ એકબીજાનો પ્રેમ નિભાવવાનો વાયદો કરે છે.

12 ફેબ્રુઆરી- હગ ડે

12 ફેબ્રુઆરીના રોજ હગ ડે મનાવવામાં આવે છે. આ દિવસે કપલ એકબીજાને ગળે લગાવીને પોતાના પ્રેમનો ઇકરાર કરે છે. તેનાથી એકબીજા માટે પ્રેમ અને પોતાનાપણાનો અહેસાસ થાય છે.

આજથી શરૂ થયુ વેલેન્ટાઇન વીકઃ રોઝ આપી કરો પ્રેમનો ઇકરાર hum dekhenge news

13 ફેબ્રુઆરી – કિસ ડે

વેલેન્ટાઇન વીકનો સાતમો દિવસ એટલે કે 13 ફેબ્રુઆરીનો દિવસ કિસ ડે તરીકે મનાવવામાં આવે છે. કિસ કરીને તમે તમારી ભાવનાઓને વ્યક્ત કરીને દિવસને એન્જોય કરી શકો છો.

14 ફેબ્રુઆરી – વેલેન્ટાઇન ડે

આ વેલેન્ટાઇન વીકનો છેલ્લો અને સૌથી મહત્ત્વનો દિવસ છે. આ દિવસે કપલ્સ એકબીજાને મળે છે, હરે ફરે છે, પાર્ટી કરે છે અને મોજ મસ્તી કરીને વેલેન્ટાઇન ડે મનાવે છે.

Back to top button