ગુજરાત રાજ્યમાં ગત 29 જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા અત્યાર સુધીમાં આ મામલે મોટી કાર્યવાહી કરી 19 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને 37000 થી વધુ પેપરની નકલોનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ઇન્ચાર્જ ચેરમેન તરીકે હસમુખ પટેલની નિમણૂક
ત્યારે હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નવા ઇન્ચાર્જ ચેરમેન હસમુખ પટેલે આજરોજ ચાર્જ સંભાળતાની સાથે મીડિયા સંબોધનમાં કહ્યું હતું કે પેપર ફૂટવાની ઘટના એક દુખદ બાબત છે અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે. વધુમાં હસમુખ પટેલએ કહ્યું હતું કે અમે આગામી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન એપ્રિલ મહિનામાં યોજવાનું વિચારી રહ્યા છીએ. માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા હોવાથી એપ્રિલમાં યોજવાનું વિચારી રહ્યા છીએ. આગામી પરીક્ષા એકદમ પારદર્શિતાથી યોજાશે તેવી હસમુખ પટેલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
IPS હસમુખ પટેલને GPSSBની જવાબદારી સોંપવામાં આવી
પેપરલીકની ઘટના ન બને તે માટે આપી પ્રથમ પ્રતિક્રિયા #GPSSB #juniorclerk #Paperleak @Hasmukhpatelips @CMOGuj #Gujarat #HumDekhengeNews pic.twitter.com/LfxVm5zmfo
— Hum Dekhenge News (@humdekhengenews) February 6, 2023
ઉલ્લેખનીય છે કે સરકાર પણ હવે આગામી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને સખ્ત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે એટલે જ હસમુખ પટેલને ગુજરાત સેવા પસંદગી બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે. હસમુખ પટેલના સફળ વહીવટ આગામી યોજાનાર પરીક્ષામાં પારદર્શિતા લાવી શકશે તેમાં કોઈ બે મત નથી. હસમુખ પટેલ અગાઉ સફળ પરીક્ષાઓ યોજવાનો બહળો અનુભવ પણ ધરાવે છે.