સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બીજા રેલવે ટ્રેક પર ધસી પણ મોટી દુર્ઘટના ટળી, હજારો મુસાફર થયા પરેશાન
પશ્ચિમ રેલવે રાજકોટ મંડળ દ્વારા રાજકોટ-બિલેશ્વર રૂટ ચાલતા કામને લઇ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે તો અન્ય ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે જયારે લાંબા રૂટની ટ્રેન ચાલુ રાખવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર અમદાવાદના મુસાફરોએ ઘણી હાલાકી ભોગવવી પડે છે. એવામાં સૌરાષ્ટ્ર ટ્રેન આજે ભૂલથી બીજા રેલ્વે ટ્રેક પર પહોંચી ગઈ. જેને લઈને સૌરાષ્ટ્ર અમદાવાદના મુસાફરોએ ઘણી હાલાકી ભોગવવી પડે છે.
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનને લાગી નજર !, ત્રણ દિવસમાં ત્રીજી વખત અટકી, પેસેન્જરોને ટ્રાન્સફર કરવા પડ્યા
રેલવેની બેદરકારી સામે આવી
આમતો રેલવેએ ભારતમાં ખૂબ મોટું કર્મચારી ધરાવતો કેન્દ્રીય વિભાગ છે. રેલવેમાં અવારનવાર ઘણીબધી બેદરકારી સામે આવતી હોય છે એવામાં અમદાવાદ મંડળના વિરમગામ પાસે આવેલ વિરોચનનગર ખાતે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ભૂલથી બીજા રેલવે ટ્રેક પર પહોચી ગઈ હતી. જેને લઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગાડી નંબર 19016 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ આજે સવારે નિત્ય સમય મુજબ ચાલી રહી હતી ત્યારે આજે વિરમગામ પાસે આવેલ વિરોચનનગર ખાતે ભૂલથી બીજા ટ્રેક પર ચાલી ગઈ હતી જેને લઈને ટ્રેન ખૂબ લેટ થઇ હતી. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી.
આ પણ વાંચો:રેલવે શેર કર્યો ટ્રેન પસાર થવાનો મનમોહક વીડિયો, જુઓ વીડિયો
મુસાફરોને નોકરી-ધંધે પહોંચવામાં મુશ્કેલી પડી
આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં ધંધા-રોજગાર અર્થે હજારો મુસાફરો અમદાવાદ આવતા હોય છે ત્યારે એકબાજુ રાજકોટ-બિલેશ્વર રૂટ પર કામ ચાલતું હોવાથી ઘણી ટ્રેન રદ કરવામાં આવી છે તેવામાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બીજા રેલ્વે ટ્રેક પર જતી રહેવાથી જેની અસર અન્ય ટ્રેન પર પણ પડી હતી અને પરિણામે બીજી ટ્રેનો લેટ થવાથી મુસાફરોને નોકરી-ધંધે પહોચવામાં વિલંબ થયો હતો.
આ પણ વાંચો:યાત્રીગણ કૃપયા ધ્યાન દે! રેલવે એ આજે 286 ટ્રેનો રદ કરી, જુઓ યાદી