ગુજરાતટોપ ન્યૂઝ

જંત્રીમાં વધારા અંગે બિલ્ડર એસોસિએશનની મીટિંગમાં લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય

Text To Speech

ગુજરાત સરકારે જંત્રીના દરમાં શનિવારે એકાએક ફેરફાર કર્યો, જેના બાદ સામાન્ય જનતાને સમજવામાં મુશ્કેલી થઈ રહી છે ત્યારે રાજ્યના બિલ્ડરોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા હવે મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી તેમની પાસેથી નવા ભાવ વધારામાં ફેરફાર કરવા અથવા તો તેના માટે થોડો સમયની માંગ કરી છે.

જંત્રી એટલે શું Hum Dekhenege News

આ માટે રાજ્યના વિવિધ બિલ્ડર એસોસિએશનના આગેવાનો મુખ્યમંત્રી સાથે સવારે દસ વાગ્યે બેઠક કરશે. આજે પણ જંત્રીના ભાવ વધારા મુદ્દે ક્રેડાઇની બેઠક યોજાઇ રહી છે. જેમાં TDR,FSI અને NA મુદ્દે ચર્ચા થશે. બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, નવા ભાવ વધારાના કારણે નવી બની રહેલી યોજનાઓમાં ખરીદદારોને બમણો ખર્ચ ઉઠાવવો પડશે.

આ વચ્ચે બિલ્ડર એસોસિએશનની માંગણી છે કે, રાતોરાત વધારવામાં આવેલી જંત્રીની સમય મર્યાદા સરકાર વધારવામાં આવે. તેમજ મે મહિનાના રોજ જંત્રીના ભાવ સરકાર અમલમાં મૂકે તે માંગણી કરાશે. નવી શરતની જમીન ખરીદી કરવા જઈ રહેલા ખેડૂતો ઉપર મોટા બોજા અંગે બેઠકમાં ચર્ચા થશે. ફ્લેટના બુકીંગ રદ્દ થવા અંગે પણ આગામી સમયમાં સમસ્યા ઉભી થવાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે, NA અને FSI માં પણ જંત્રીની જેમ જરૂરી સુધારા કરવા પણ બેઠકમાં ચર્ચા થશે.

આ પણ વાંચો : જંત્રી એટલે શું અને કેવી રીતે તેના ભાવ નક્કી થાય છે ? જાણો સમગ્ર પ્રક્રિયા

રાજ્ય સરકારે જંત્રીના દરમાં એકાએક વધારો કરી દેવાના નિર્ણયને પરિણામે સરકારમાં રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતના બિલ્ડર્સ-ડેવલપર્સની એક ઝૂમ મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં નવી જંત્રીના દરેક પાસાઓનો વિચાર કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવ્યા છે. જંત્રીમાં કરવામાં આવેલા એકાએક વધારાને પાછો ખેંચીને સમતોલ વધારો લાગુ કરવા અનુરોધ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જંત્રીનો દર બમણો કરવાનો નિર્ણય : સોમવારથી થશે અમલ

Back to top button