ભારતમાં જન્મેલા મુશર્રફ કેવી રીતે બન્યા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને કેમ તેમના પર ચાલ્યો દેશદ્રોહનો કેસ?
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પરવેઝ મુશર્રફનું રવિવારે 79 વર્ષની વયે નિધન થઇ ગયું છે. જીયો ન્યુઝના રીપોર્ટ અનુસાર તેઓ ઘણા સમયથી બિમાર હતા. જેઓને એમાઈલોયડોસિસ નામની બિમારી હતી. તેઓના મોટાભાગના અંગો કામ કરતા ન હતા, તેઓ વેન્ટીલેટર પર હતા પરંતુ તેમને બચાવી શકાયા નહીં. પરવેઝ મુશર્રફને ડિસેમ્બર 2019માં દેશદ્રોહના કેસમાં ફાંસીની સજા સંભાળવી હતી. ફાંસીની સજા માટે દોષિત સાબિત થનાર તે પહેલો સૈન્ય શાસક હતો. ભારત સાથે થયેલ કારગીલ યુદ્ધ માટે મુશર્રફને સીધો દોષિત ઠરાવવામાં આવે છે. મુશર્રફનો જન્મ બ્રિટીશ ભારતની રાજધાની દિલ્હીમાં થયો હતો. દેશના ભાગલા પછી તેઓ પાકિસ્તાન ગયા અને ત્યાં જ સ્થાયી થયા. આવો વધુ જાણીએ તેમના વિશે.
આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન
ભારતમાં જન્મ્યા અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા
પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગષ્ટ 1943માં બ્રિટીશ ભારતમાં દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ તેમનો પરિવાર પાકિસ્તાન જઈને સ્થાયી થયો. ત્યારબાદ તેઓ પાકિસ્તાન સેનાપ્રમુખ અને રાષ્ટ્રપતિ પણ બન્યા. વર્ષ 1999માં તેઓએ પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફની લોકતાંત્રિક સરકાર સામે બળવો કરી શાસન પોતાના હાથમાં લીધું અને પછી 20 જૂન 2021 થી 18 ઓગષ્ટ 2008 સુધી તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા.
મુશર્રફ ત્રણ ભાઈઓમાં બીજા નંબરે હતા. તે અવિભાજિત ભારતના એક માધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારથી આવતા હતા. જયારે તેઓના પિતા અંકારામાં સિવિલ સર્વિસીસમાં હતા. ત્યારે પરવેઝ ૭ વર્ષ સુધી તૂર્કીમાં રહ્યા. 1956માં આખરે તેમનો પરિવાર કરાંચીમાં શિફ્ટ થઈ ગયો. જ્યાં પરવેઝે રોમન કૈથોલિક અને ક્વિશ્ચિયન શાળામાં અભ્યાસ કર્યો.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં વિકિપીડિયા બ્લોક, 48 કલાકની સમયમર્યાદા બાદ કેમ કરવામાં આવી કાર્યવાહી,
પાકિસ્તાન આર્મીમાં એન્ટ્રી, ભારત સામે યુદ્ધ લડ્યા
વર્ષ 1961માં પરવેઝ મુશર્રફ પાકિસ્તાની સૈન્ય એકેડમીમાં દાખલ થયા અને પછી એને જ પોતાનું કરિયર પસંદ કરી લીધું. તેઓ વર્ષ 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ સામેલ થયા અને 1965ની લડાઈમાં જ તેઓને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 1968માં તેઓના લગ્ન થઇ ગયા. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થયું અને આ વખતે ભારતે પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું. આ યુદ્ધમાં પણ પરવેઝ મુશર્રફ સામેલ હતા. પાકિસ્તાનની સ્પેશિયલ સર્વિસ કમાન્ડો ગ્રુપમાં પરવેઝ મુશર્રફે ૭ વર્ષ સુધી સ્વેચ્છિક સેવા આપી હતી.
આ પણ વાંચો:PM મોદી દિવાળીની ઉજવણી કરવા જમ્મુ-કાશ્મીરના કારગીલ પહોંચ્યા, જવાનો સાથે મનાવશે પ્રકાશનો પર્વ
1988માં આર્મી ચીફ બન્યા, કારગીલ યુદ્ધના સુત્રધાર
પરવેઝ મુશર્રફ પાક સેનામાં સેવારત રહ્યા અને પછી તેમના રેન્કિંગમાં પ્રમોશન પણ થતું ગયું. ઓક્ટોમ્બર 1988માં તેઓને પ્રમોટ કરી પાકિસ્તાનના આર્મી ચીફ બનવવામાં આવ્યા. ભારત સામે યુદ્ધમાં મળેલ હારની આગ તેમના મનમાં ચાલતી જ રહી અને મનમાં ને મનમાં બદલો લેવાનો મોકો શોધતા રહ્યા. વર્ષ 1999 કારગીલ યુદ્ધ માટે તેઓને જ જવાબદાર માનવામાં આવે છે. નવાઝ શરીફ સરકારને અંધારામાં રાખી તેઓએ યુદ્ધની રણનીતિ બનાવી હતી. જોકે ભારતીય સેનાની નીડરતા સામે ફરી એકવાર પાકિસ્તાન સેના ન ટકી શકી અને પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ પડાપ્રધાન નવાઝ શરીફનો ‘વનવાસ’ પૂરો, ટૂંક સમયમાં લંડનથી પરત ફરે તેવી શક્યતા
1999માં નવાઝ સરકારને પછાડી
સેના પ્રમુખ પરવેઝ મુશર્રફે 1999માં નવાઝ શરીફ સરકારને પછાડી તાનાશાહી તરીકે ઉભર્યા. 20 જૂન 2001એ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયા અને તેની સાથે જ તે પાકિસ્તાનના મુખ્ય વહીવટદાર તરીકે પણ ચાલુ રહ્યા. 2 ઓક્ટોમ્બર 1999થી લઈને 21 નવેમ્બર 2002 સુધી તે પાકિસ્તાનના મુખ્ય વહીવટદાર રહ્યા. ત્યારબાદ તેઓ જનમત સંગ્રહના માધ્યમથી 2002માં રાષ્ટ્રપતિ ચૂંટણી પણ જીત્યા. જોકે જનમત સંગ્રહ ખૂબ વિવાદમાં રહ્યું. નવાઝ શરીફના કાર્યકાળમાં જ બનેલ આર્મી ચીફે નવાઝ સરકારને પછાડી.
2007માં ઈમરજન્શી લગાવી, 12 વર્ષ પછી રાજદ્રોહની સજા મળી
ઓક્ટોમ્બર 2007માં પરવેઝ મુશર્રફ ફરી એકવાર રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા, પરતું તેઓને ત્યાની જ સુપ્રીમ કોર્ટની રાહ જોવી પડી. આદેશ પહેલા જ મુશર્રફે નવેમ્બર 2007માં ઈમરજન્સી લાગુ કરી દીધી. 24 નવેમ્બરે ચૂંટણી કમિશને મુશર્રફની જીત સ્થગિત કરી દીધી. તેઓએ ચીફ આર્મીના હોદ્દા પરથી રાજીનામુ આપી રાષ્ટ્રપતિ પદની શપથ લીધી. જોકે તેમની સરકાર ન ચાલી અને 2008માં નવી સરકાર આવતા જ તેઓને રાજીનામું આપવું પડ્યું.
આ પણ વાંચો:પાકિસ્તાનના પૂર્વ PMનો સમર્થકોને આહ્વાન, જેલ ભરો તહરીકની તૈયારીઓ કરો
2007માં સંવિધાનને સસ્પેન્ડ કરવા અને દેશમાં ઈમરજન્સી લગાવવા માટે રાજદ્રોહનો કેસ ચાલ્યો. આ બાબતે તેમના વિરુદ્ધ 2014માં આરોપો નક્કી કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બર 2019માં તેઓને ઇસ્લામાબાદની સ્પેશિયલ કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી. પૂર્વ સેનાપ્રમુખ સુરક્ષા અને સ્વાસ્થ્યનો હવાલો આપી માર્ચ 2016માં સારવાર માટે દુબઈ ગયા હતા. લાંબા સમયથી બીમાર હતા અને રવિવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા.