અમદાવાદ: AMCના હોલ, પાર્ટી પ્લોટની આવક જાણી રહેશો દંગ
અમદાવાદમાં કોરોના બાદ AMCના હોલ, પાર્ટી પ્લોટની આવક રૂપિયા 30 કરોડ થઈ છે. જેમાં ડી.કે.પટેલ, ટાગોર, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલને પહેલી પસંદગી આપવામાં આવી છે. તેમજ કેશવનગર સહિતના હોલ, પ્લોટ પ્રત્યે લોકોની નિરસતાના કારણો મંગાવાયા છે. તથા છેલ્લા એક વર્ષમાં પાર્ટી પ્લોટ અને હોલનું બુકિંગ વધ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનના પારામાં વધારો, જાણો શું છે ઠંડીની આગાહી
60થી વધુ કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટ
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં AMC સંચાલિત કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટ આવેલા છે અને શહેરીજનોને લગ્ન પ્રસંગ વિવિધ પ્રસંગો, ધાર્મિક, સામાજિક કાર્યક્રમો માટે ભાડે આપવામાં આવે છે. છેલ્લાં એક વર્ષ દરમિયાન સામાજિક પ્રસંગો માટે અપાયેલા 60થી વધુ કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટ મારફતે AMCને અંદાજે રૂ.30 કરોડની આવક થઈ છે. SG હાઇવે પર રાજપથ ક્લબ નજીક આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ અને નારણપુરાનો ડી.કે.પટેલ હોલ, પાલડી ટાગોર હોલનો સૌથી વધારે ઉપયોગ થયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCએ આ વિસ્તારોમાં TP સ્કીમમાં 142 પ્લોટની લ્હાણી કરી
એક વર્ષમાં માત્ર 10 કે 15 દિવસ જ વપરાયા
મ્યુનિ.ના કેટલાંક હોલ અને પાર્ટી પ્લોટ માંડ 10-15 દિવસ જ વપરાયા હોવાથી આવા એસજી હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ, નારણપુરાનો ડી.કે પટેલ હોલ પાલડી ટાગોર હોલનો સૌથી વધારે વપરાશ થયો છે. કેશવનગર કોમ્યુનિટી હોલનો માત્ર 7 દિવસ, વિવેકાનંદ સંસ્કૃતિ પાર્ટી પ્લોટનો માત્ર 9 દિવસ ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. આમ, એક વર્ષમાં માત્ર 10 કે 15 દિવસ જ વપરાયા હોવાથી શા માટે આવા આવા હોલ અને પ્લોટનો ઓછો ઉપયોગ થયો છે ? તે અંગેના કારણો તપાસવા સહિત માહિતી મંગાવવમાં આવી છે.
આ પણ વાંચો: જાણો અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન ક્યારે થશે શરૂ
હોલમાં તમામ પ્રકારની સુવિધાઓ અને સસ્તા ભાવે મળે
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિ. સંચાલિત પાર્ટી પ્લોટ અને હોલમાં તમામ પ્રકારની સુવિધાઓ અને સસ્તા ભાવે મળે છે. શહેરમાં મ્યુનિ. સંચાલિત પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલમાં લોકો મેરેજ ફ્ંક્શન, બર્થ ડે ઉજવણી વગેરેનું યોજન કરે છે અને તે માટે છ મહિના પહેલા એડવાન્સ બુકિંગ કરાવવામાં આવતું હોય છે. છેલ્લા એક વર્ષમાં પાર્ટી પ્લોટ અને હોલનું બુકિંગ વધ્યું છે જેનું માત્ર 10 કે 15 દિવસ પૂરતું જ બુકિંગ થયું છે. જેને લઈ અને અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે આ પાર્ટી પ્લોટ અને હોલમાં શા માટે બુકિંગ થતા નથી.