નેશનલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા બાદ હવે શું છે મુખ્ય પડકાર ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ પૂર્ણ કરી લીધી છે. કાશ્મીર થી કન્યાકુમારી સુધીની આ ‘ભારત જોડો યાત્રા‘ દ્વારા મોટાભાગના રાજ્યોને સાંકળી લેવામાં આવ્યા છે. આ યાત્રા પૂર્ણ થતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ઘણા પડકારો આવી ગયા છે. આ પડકારની અસર માત્ર તેના રાજકીય કરિયર પર જ નહીં પરંતુ ભારતની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી પર પણ જોવા મળી શકે છે. આ વખતના PM ઉમેદવાર રાજસ્થાનમાં ચાલી રહેલ ગડમથલ સહિતના ઘણાબધા મુદ્દાઓને લઈ હેરાન થઇ રહ્યા છે.

આ પણ વાંચો:હવે કોંગ્રેસને નહીં મળે વિપક્ષનું પદ, સત્તાપક્ષે આપ્યા સ્પષ્ટ સંકેત

રાહુલ ગાંધી અને PM દાવેદારી

રાહુલ ગાંધી માટે આમ તો ઘણાબધા પડકારો છે પરંતુ સૌથી મોટો પડકાર પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. જયારે કોંગ્રેસની ભારત જોડો યાત્રા પંજાબ પહોંચી ત્યારે કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નામ લીધા વિના જ મોટો સંદેશો આપી દીધો હતો. મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે જો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાનો મોકો મળી જાય તો તે ક્યાંક ફરીથી પ્રોક્સી ન બની જાય. હવે રાહુલ ગાંધીએ નિવેદનનું સ્વાગત તો ન કર્યું પરંતુ બોલ્યા વિના જ તેમનો સંદેશ પાર્ટી સુધી પહોંચી ગયો. PM ઉમેદવારીનું બીજું પાંસુ એ પણ છે કે વિપક્ષના બીજા દિગ્ગજ નેતા તટસ્થ રહેવાનું વધારે પસંદ કરે છે. અર્થાત તેઓ ખુલીને રાહુલ ગાંધીની PM દાવેદારીનો સ્વીકાર ન કરે. આ લિસ્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેવા કેટલાક નેતાઓ સામેલ છે.

આ પણ વાંચો:‘ભારત જોડો યાત્રામાં કોંગ્રેસને ભારે ભીડની અપેક્ષા’, ખડગેનો અમિત શાહને પત્ર, સુરક્ષા વધારવાની માંગ

આ વર્ષે થવાની રાજ્યોની વિધાનસભા ચૂંટણી

આ સિવાય વર્તમાનમાં થઇ રહેલા ચૂંટણીલક્ષી સર્વે પણ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ઉત્સાહ નથી વધારી રહ્યા. તાજેતરમાં જ આજતકએ જે મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધર્યો તેમાં જોવા મળ્યું કે જો આજે ચૂંટણી કરવામાં આવે તો કોંગ્રેસને 68 સીટો મળશે. હવે જો કોંગ્રેસ અર્થાત રાહુલ ગાંધીને નિર્ણાયક ભૂમિકા ભજવવી હોય તો 68 થી બમણી સીટો લાવવી પડે સાથે ભાજપને 272ના જાદુઈ આંકડાથી દુર રાખવી પડે. અત્યાર સુધીમાં ‘ભારત જોડો યાત્રા’એ રાહુલ માટે કોંગ્રેસમાં વિશ્વાસ વધારવાનું કાર્ય જરૂર કર્યું છે પરંતુ આમ છતાં રાહુલ ગાંધી આગળ આવીને જવાબદારી લેવા નથી માંગતા.

રાજસ્થાનનો રાજકીય ડ્રામા માથાનો દુખાવો બન્યો

રાહુલ ગાંધી માટે ઘણાબધા પડકારો છે, તો કેટલાક પડકારો રાજ્યોમાં ચાલી રહેલ કોંગ્રેસ સરકારને કારણે છે. આવામાં એક પ્રશ્ન ઉભો થાય છે કે શું કોંગ્રેસ હાઇકમાન્ડને રાજસ્થાનમાં ચાલી રહેલ ગડમથલથી કોઈ ફરક પડે છે? હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ અશોક ગેહલોતને 85માં અધિવેશન માટે ઓર્ગેનાઈઝિંગ કમિટીના સભ્ય બનાવી દીધા છે જેના લીધે સચિન પાયલટ માટે વધારે તક નથી રહેતી. પાયલટ જૂથને માટે એ પણ દુઃખ છે કે હાઈકમાન્ડ એકવાર એ સ્પષ્ટતા સાથે નથી કહી શકી કે ગેહલોત જ આગામી ચૂંટણી સુધી CM પણ સંભાળશે.

આ પણ વાંચો:મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેનો વિવાદ રાયપુર સત્ર પહેલા ઉકેલાઈ જશે ?

હવે સંગઠનમાં બધી જ પ્રક્રિયા લોકશાહી ઢબે થાય એ સુનિશ્ચિત કરવું પણ રાહુલ ગાંધી માટે એક પડકાર છે. પાર્ટીમાં તે કોઈ ઔપચારિક પદ લેય એવું હજી સુધી સ્પષ્ટ નથી પરંતુ તે પાર્ટીમાં કોઈ મહત્વની ભુમિકા જરૂર નિભાવી શકે છે. અહી એક પ્રશ્ન ઉભો થાય છે કે શું રાયપુર અધિવેશન દરમિયાન CWCની ચૂંટણી પણ થઇ શકે? G20 જૂથના નેતા એ આશા તો જરૂર રાખી રહ્યા છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પોતાના વચનો પુરા કરવા સાથે આ ચૂંટણીને નિષ્પક્ષ રીતે કરાવશે.

નિયમ તૂટી રહ્યા છે, લોકશાહી છે કે નહી?

ચૂંટણી તો થઇ જશે પરંતુ શું પાર્ટીમાં નિયમોનું પાલન થઇ રહ્યું છે? કોંગેસમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો’ નિયમનું પાલન કડક રીતે કરવામાં આવે છે. વર્તમાનમાં મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ સાથે રાજ્યસભામાં વિપક્ષના નેતાની ભૂમિકામાં પણ છે. જે ‘એક વ્યક્તિ એક હોદ્દો’ નિયમનું ઉલ્લંઘન છે. એવી જ રીતે લોકસભામાં રંજન ચૌધરી પાસે ઘણા મહિનાઓથી વિપક્ષ નેતાનું પદ છે, બીજીબાજુ તે બંગાળ પ્રદેશ કમિટીના પણ હેડ છે અહી પણ તે નિયમનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો:PM મોદી માટે 2024 ખૂબ જ ખાસ છે, રચી શકે છે ઇતિહાસ, સામાન્ય ચૂંટણી દેશની દિશા નક્કી કરશે

Back to top button