નેશનલસ્પોર્ટસ

પાકિસ્તાનની મુશ્કેલીમાં વધુ એક વધારો ! BCCIએ PCB ને આપ્યો મોટો ઝટકો

ક્રિકેટને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આમ તો સામાન્ય રીતે ક્રિકેટના મેદાનમાં રોમાંચક ટક્કર થતી જોવા મળે છે. પરંતુ હવે બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે પણ ટકરાવ વધી ચૂક્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાનની મુલાકાતે નહીં જાય. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ પોતાના નિર્ણય પર અડગ છે. અને ગઈ કાલે યોજાયેલ બેઠકમાં પણ તેમને આ ટુર્નામેન્ટ માટે ઈન્ડિયાની ટીમ પાકિસ્તાન નહી જાય તે નિર્ણય કર્યો છે.

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય

આ વર્ષે પાકિસ્તાનની યજમાનીમાં થનારા એશિયા કપ 2023ને લઈને આજે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એક મહત્ત્વની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પહેલા જ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો. BCCI સેક્રેટરી જય શાહે જાહેર કર્યું છે કે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એશિયા કપ પાકિસ્તાનમાં યોજાય તે માટે પ્રયાસો કરી રહ્યું હતું જેના ભાગરૂપે 4 ફેબ્રુઆરીના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં નહીં યોજાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે BCCIના આ નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.

એશિયા કપ-2023-humdekhengenews

પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની છીનવાય શકે છે

એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહી જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ટુર્નામેન્ટ ક્યા યોજાશે તેને લઈને હજુ તટસ્થ નિર્ણય લેવામાં આવ્યોનથી. પરંતુ પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની છીનવાય તેવી શક્યતાઓ રહેલી છે. હવે આ અંગે માર્ચમાં થનારી મીટીંગમાં આયોજનને લઈને નિર્ણય લેવામાં આવશે. જો કે હાલ પાકિસ્તાનની સામે એશિયા કપની યજમાનપદું છીનવવાનું જોખમ ઊભું થયું છે

BCCI પોતાના નિર્ણય પર અડગ

BCCI પાકિસ્તાનમાં જઈને નહીં રમવાનો નિર્ણય પર અડગ છે. એવામાં એશિયા કપની મેજબાની પાકિસ્તાને મળવી મુશ્કેલ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટુર્નામોન્ટનું આયોજન યુએઈમાં આયોજન કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : આખરે અમેરિકાએ વિવાદાસ્પદ ચાઈનીઝ જાસૂસી બલૂન તોડી પાડ્યું, ચીને કહ્યું ‘અમે જવાબ આપશું’

Back to top button