તમિલનાડુ: મફત સાડીઓ લેવાની ભાગદોડમાં 4 મહિલાના મોત, અનેક ઘાયલ
તમિલનાડુના તિરુપત્તુરમાં થયેલી ભાગદોડમાં ચાર વૃદ્ધ મહિલાઓના મોત થયા છે. આ સિવાય ભાગદોડમાં 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Tamil Nadu | Four women died in a stampede where many people had gathered to receive tokens for the collection of free 'Veshtis' and sarees being distributed by an individual on the occasion of Thaipusam in Tiruppattur's Vaniyambadi today: Thirupathur Police officials
— ANI (@ANI) February 4, 2023
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વાણિયાંબડીમાં થાઈપુસમ તહેવાર નિમિત્તે એક વ્યક્તિ મફત સાડીના ટોકનનું વિતરણ કરી રહ્યો હતો. આ ટોકન લેવા માટે અહીં ભારે ભીડ ઉમટી પડી હતી. આ તમામ ટોકન મેળવવા માટે હરીફાઈ કરી રહ્યા હતા તે જ સમયે નાસભાગ મચી ગઈ હતી. તે ભાગદોડમાં ચાર મહિલાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ સમાચાર સામે આવ્યા બાદ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને મૃતક મહિલાઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.