ધર્મનેશનલફોટો સ્ટોરી

દેશના આ ઐતિહાસિક સ્થળો જે વિવાદોમાં ફસાયા….જાણો શા માટે ચાલી રહ્યો છે વિવાદ?

Text To Speech

કાશી, મથુરા, આગ્રા અને દિલ્હી આ દરેક જગ્યાએ હાલમાં મંદિર-મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ધારમાં પણ આવો જ એક વિવાદ કોર્ટ પહોંચી ગયો છે. આ બધા વિવાદિત મામલાઓમાં કોઈ કેસમાં કોર્ટે સરવે કરવાનો આદેશ આપ્યો છે, તો કોઈ કેસમાં તો સુનાવણી કરવાનું જ ઈનકાર કરી દીધો છે. ક્યાંક તાજમહેલને શિવ મંદિર કહેવામાં આવે છે તો ક્યાંક કુતુબ મિનારને વિષ્ણુ સ્તંભ જાહેર કરવાની માગણી કરાઈ છે. આ બધાની વચ્ચે અમે તમને દેશના વિવાદિત પાંચ ઐતિહાસિક સ્થળો વિશેની માહિતથી વાકેફ કરીશું.

ફાઈલ ફોટો

લગભગ 500 વર્ષના લાંબા વિવાદ પછી, અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદનો અંત આવ્યો છે. અને હવે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ વિવાદ ખતમ થઈ ગયો છે.? પરંતુ હજુ પણ દેશની અંદર એવી ઘણી જગ્યાઓ છે જ્યાં માત્ર વિવાદો જ નથી, પરંતુ તમામ પક્ષો પોતપોતાના દાવા રજૂ કરી રહ્યા છે.

તાજમહેલ, આગ્રા ફાઈલ ફોટો

તાજમહેલ, આગ્રા – વર્લ્ડ હેરિટેજમાં સામેલ આગ્રાનો તાજમહેલ પણ ટુંક સમય પહેલા વિવાદમાં રહ્યો છે. કેટલાક સંગઠનોએ તાજમહેલને તેજો મહાલય કહીને કોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટની ફટકાર બાદ આ સમગ્ર મામલો શાંત પડી ગયો છે.

જ્ઞાનવાપી મસ્જિદ પરિસર સર્વેઃ કોર્ટનો નિર્ણય, કોર્ટ કમિશનરને હટાવાશે નહીં, સર્વે ચાલુ રહેશે | varanasi gyanvapi masjid case court says finish survey by may 17 | Gujarati News ...
જ્ઞાનવાપી મસ્જિદ ફાઈલ ફોટો

વારાણસી – કાશી વિશ્વનાથ શહેર વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન પર છે. આ મસ્જિદ કાશી વિશ્વનાથ સંકુલની બાજુમાં છે. બીજી તરફ, હિન્દુ પક્ષનો દાવો છે કે તે ઔરંગઝેબના સમયમાં મંદિરને તોડીને બનાવવામાં આવ્યું હતું. આ વિવાદ હજુ પણ કોર્ટમાં યથાવત છે.

Krishna Janmabhoomi: Mathura Court Holds Plea Seeking Removal of Shahi Idgah Mosque as Maintainable - Law Trend
શાહી દરગાહ ફાઈલ ફોટો

વારાણસીની જેમ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ, મથુરામાં વિવાદો ચાલી રહ્યા છે. અહીં શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ વચ્ચે વિવાદિત સ્થળનો વિવાદ કોર્ટમાં વિચારણા હેઠળ છે. હિંદુ અને મુસ્લિમ બંને પક્ષો 13.37 એકરની વિવાદિત જગ્યાનો દાવો કરે છે.

Back to top button