પાલનપુર: ડીસા કોલેજની વિદ્યાર્થીનીઓ એ માઉન્ટ આબુમાં સફળતા પૂર્વક બેઝિક કોર્સ પૂર્ણ કરી સિલ્વર મેળવ્યો
પાલનપુર: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા માઉન્ટ આબુની સ્વામી વિવેકાનંદ માઉન્ટરીયનીગ ઇન્સ્ટિટ્યૂટ ના સહયોગથી પર્વતરોહણના બેઝિક કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાંથી આ કોર્સ માટે 16 બહેનોની પસંદગી થઈ હતી. જેમાં ડી.એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના એન. એસ. એસ. યુનિટની સ્વયંસેવક બહેનો પૂજા ઓડ તથા મેના રબારીની પસંદગી થઈ હતી.
આ બંને બહેનોએ તારીખ 17 થી 26 જાન્યુઆરી દરમિયાન માઉન્ટ આબુ માં આવેલ સ્વામી વિવેકાનંદ માઉન્ટરીયનીગ માં 10 દિવસનો બેઝિક કોર્સ બી ગ્રેડ સાથે પૂર્ણ કરી સર્ટી મેળવેલ છે.
કુ. મેનાએ વોલ કલાઈબિંગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. બહેનોએ 10 દિવસ દરમિયાન રોક કલાઈમબિંગ, રોપ કલાઈમબિંગ વોલ કલાઈમબિંગ આદિ ની સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી તે બદલ આચાર્ય રાજુભાઇ રબારી તથા પ્રોગ્રામ ઓફિસર ડો. તૃપ્તિ સી. પટેલે બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી આવનારા સમયમાં પર્વતારોહણ ક્ષેત્રે આગળ વધવાની શુભેચ્છાઓ આપી હતી.
આ પણ વાંચો :દેશની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી તૈયાર, 6 ફેબ્રુઆરીએ PM મોદી કરશે તેનું ઉદ્ઘાટન