સપના ચૌધરી ફરી આવી વિવાદમાં, ભાભીએ નોંધાવી પોલીસ ફરિયાદ,જાણો શું છે સમગ્ર મામલો
હરિયાણાની પ્રખ્યાત ડાન્સર અને ‘બિગ બોસ 11’ ફેમ સપના ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવી છે. તેની ભાભીએ સપના ચૌધરી અને તેના ભાઈ કરણ અને માતા નીલમ વિરુદ્ધ પોલીસ કેસ કર્યો છે. તેણે તેના સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ બાબતે ફરીદાબાદના પલવલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સપના તેના ભાઈ અને માતા વિરુદ્ધ કેસ
હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ કેસમાં સપના ચૌધરી એકલી નથી ફસાયેલી પરંતુ તેની સાથે તેના ભાઈ અને માતાના નામ પણ આ કેસમાં સામેલ છે. આ ફરિયાદમા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દહેજમાં ક્રેટા કારની માંગણી કરવામાં આવી હતી અને જ્યારે ક્રેટા કાર ન આપવામાં આવી ત્યારે પીડિતાને હેરાન કરવામાં આવી હતી અને તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે એક સપ્તાહ વીતી જવા છતાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી.
સપનાની ભાભીએ લગાવ્યા ગંભીર આરોપ
પલવલની રહેવાસી સપનાની ભાભીએ તેને મહિલા પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2018માં તેના લગ્ન દિલ્હીના નજફગઢમાં રહેતા સપના ચૌધરીના ભાઈ કર્ણ સાથે થયા હતા. તેની ભાભીનો આરોપ છે કે લગ્ન બાદથી જ તેને દહેજ માટે પરેશાન કરવામાં આવી રહી હતી અને તેની સાથે ઘણી વાર મારપીટ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેને દીકરી હતી ત્યારે તેના સાસરિયાઓએ દીકરી માટે ફંક્શનમાં ક્રેટા કારની માંગ કરી હતી. તેના પિતાએ 3 લાખ રોકડા અને સોનું-ચાંદી, કપડાં આપ્યા હતા, પરંતુ તેમ છતાં તેના સાસરિયાઓએ દહેજની માંગણી પૂરી કરી ન હતી અને ક્રેટા કાર લાવવા માટે તેણીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ સાથે સપના ચૌધરીની ભાભીએ તેના ભાઈ પર અપ્રાકૃતિક સેક્સ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.
હજુ સુધી કોઈની ધરપકડ કરવામા્ં આવી નથી
સપનાની ભાભીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે 26 મે 2020ના રોજ તેના પતિએ દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. અને તેનું અકુદરતી યૌન શોષણ કર્યુ હતું. અને તે લગભગ 6 મહિના પહેલા તે તેના મામાના ઘરે પલવલ આવી હતી. જો કે આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. આરોપો નક્કી થયા પછી જ કોઈની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં જોશીમઠ જેવું સંકટ, અનેક ઘરોમા તિરાડો, અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા