ટ્રેન્ડિંગબિઝનેસવિશેષ

આ છે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમઃ તમારા પૈસા કરશે ડબલ

  • કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસની એક બેસ્ટ સ્કીમ છે
  • સરકારે તાજેતરમાં વ્યાજ દર વધારીને 7.5 ટકા કર્યા છે
  • કિસાન વિકાસ પત્રની સ્કીમમાં હવે 115 મહિનામાં રકમ થશે ડબલ

આજે તમને પોસ્ટ ઓફિસની એક શાનદાર સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે. જો તમે તમારા નાણાંનુ યોગ્ય રિટર્ન મેળવવા ઇચ્છો છો તો તમે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરીને તમને સારુ એવુ રિટર્ન મળી શકે છે.

વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના પર રોકાણ કરવા પર 7.5 ટકાનો ઇન્ટરેસ્ટ મળી રહ્યો છે. પહેલા આ વ્યાજદર 7.2 ટકા હતુ. આ સ્કીમમાં રોકાણ કરીને તમે થોડા જ સમયમાં તમારા નાણાં ડબલ કરી શકો છો.

 આ છે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમઃ તમારા પૈસા કરશે ડબલ hum dekhenge news

પોસ્ટ ઓફિસની સ્કીમ કિસાન વિકાસ પત્ર લોકોની વચ્ચે ખુબ જ પોપ્યુલર છે. તાજેતરમાં સરકારે આ સ્કીમના વ્યાજદરોમાં વધારો કર્યો છે.  જો તમે રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો કિસાન વિકાસ પત્રને વિકલ્પ તરીકે પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમ પહેલાની સરખામણીમાં હવે વધુ ફાયદાકારક બની ગઇ છે. કેમકે તેમાં ઇન્વેસ્ટના 115 મહિનામાં તેની રકમ ડબલ થઇ જશે. તમે 1000 રુપિયાના રોકાણથી ખાતુ ખોલાવી શકો છો.

કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2023 બાદ હવે કિસાન વિકાસ પત્રમાં રોકાણકારોના પૈસા 120 મહિનાના બદલે 115 મહિનામાં ડબલ થઇ જશે. વ્યાજદરોમાં થયેલા વધારા બાદ કિસાન વિકાસ પત્રમાં ઇન્વેસ્ટમેન્ટ પર 7.5 ટકાના દરથી વ્યાજ મળશે. જો તમે આ સ્કીમમાં 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો દસ વર્ષમાં 7.5 ટકાના વ્યાજદર પર તમારી રકમ 115 મહિના બાદ 20 લાખ રૂપિયા થઇ જશે.

 આ છે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમઃ તમારા પૈસા કરશે ડબલ hum dekhenge news

આટલા રૂપિયાથી કરી શકો છો શરૂઆત

પોસ્ટ ઓફિસમાં કિસાન વિકાસ પત્રની સ્કીમમાં તમે માત્ર 1000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. ત્યારબાદ 100ના ગુણાકારમાં ઇન્વેસ્ટ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં રોકાણની કોઇ મહત્તમ સીમા નક્કી નથી. તે હેઠલ સિંગલ અને જોઇન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે. આ સાથે જ રોકાણને નોમિનીની સુવિધા પણ મળે છે.

 આ છે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમઃ તમારા પૈસા કરશે ડબલ hum dekhenge news

કેવી રીતે ખુલશે ખાતુ

કિસાન વિકાસ પત્ર યોજનામાં 10 વર્ષથી નાની ઉંમરના બાળકનું ખાતુ પણ ખુલી શકે છે. તે બાળક 10 વર્ષનું થાય ત્યારે એકાઉન્ટ તેના નામે ટ્રાન્સફર થઇ જાય છે. આ ખાતુ ખોલાવાના બે થી 6 મહિના બાદ તેને બંધ કરાવવાનો વિકલ્પ પણ મળે છે. તેમાં તમે જોઇન્ટ ખાતુ પણ ખોલાવી શકો છો. તમે આ યોજનામાં સિંગલ અને જોઇન્ટ બંને પ્રકારે ખાતુ ખોલાવી શકો છો.

 આ છે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમઃ તમારા પૈસા કરશે ડબલ hum dekhenge news

મળે છે સર્ટિફિકેટ

આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવવુ ખુબ જ સરળ છે. આ માટે પોસ્ટ ઓફિસમાં જમા રિસિપ્ટ સાથે આવેદન ભરવુ પડશે અને ત્યારબાદ રોકાણની રકમ કેસ, ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરવાની હોય છે. આ સાથે ઓળખ પત્ર પણ જોડવુ પડે છે. ત્યારબાદ અરજી અને પૈસા જમા કરતા જ તમને કિસાન વિકાસ પત્રનું સર્ટિફિકેટ મળી જાય છે. પોસ્ટ ઓફિસમાં રોકાણમાં રકમ સુરક્ષિત રહે છે. તેથી લોકો આ સ્કીમમાં વધુ રોકાણ કરે છે.

આ પણ વાંચોઃ આવી રહ્યું છે વર્ષ 2023નું પહેલું વાવાઝોડું ! નામ છે ‘મોચા’

Back to top button