હીંડનબર્ગના રિપોર્ટ બાદ સમગ્ર ભારત સહિત વિશ્વમાં હાલ ફક્ત એક જ નામ (અદાણી) ચર્ચામાં છે. રિપોર્ટ બાદ અદાણીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજરોજ પ્રેસકોન્ફરન્સ કરી અને આ સમગ્ર વાતને સ્કેમ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવ્યું હતું.
આ પણ વાંચો : હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અદાણી ગ્રુપના સમર્થનમાં આવ્યું
ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હીંડનબર્ગ રિપોર્ટે અદાણીનું જે કૌભાંડ ઉજાગર કર્યું છે તે કદાચ ગુજરાત કે ભારતમાં નહિ પરંતુ દુનિયાના ઇતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. હજુ સુધી પણ ઈકોનોમીને સાંજનર લોકો અવઢવમાં છે કે આ કેટલા લાખ કરોડનું કૌભાંડ છે. આ રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું છે.
વધુમાં મેવાણીએ ઉમેર્યું હતું કે જે કંપનીઓનું કોઈ ટ્રેડિંગ નથી, સર્વિસ પ્રોવાઈડ નથી કરતી કે કોઈ ઓફિસ નથી અને માત્ર કાગળ પર બનાવેલી કંપનીઓના નામે અબજો રૂપિયાના ટેક્સની ચોરી કરવામાં આવી છે. 1 રૂપિયાના શેરને 42 ગણો વધારે બતાવી આ દેશના સામાન્ય લોકો પાસેથી પોતાના શર્મા રોકાણ કરાવવામાં આવ્યું જેમાં આગળ જતાં એલઆઇસી એ 76 હજાર કરોડનું રોકાણ કર્યું છે જ્યારે એસબીઆઇ સહિત અન્ય બેન્કોએ 80 હજાર કરોડ સુધીની લોન આપી છે.
આ પણ વાંચો : 135 લોકોના મોત થયા તો શું! જયસુખ પટેલે 100 પુણ્ય કર્યા છે
આ મામલે સેબી બે વર્ષથી તપાસ કરે છે તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. આ બાબતે ED અને સીબીઆઇ પણ ચૂપ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માંગ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખમાં સંપૂર્ણ તપાસ થાય તેવી વાત જીગ્નેશ મેવણીએ કરી હતી.