ગુજરાત HC ના રિટાયર્ડ જસ્ટિસ આર.પી.ધોલરીયા OBC કમિશનના નવા ચેરમેન
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના અન્ય પછાત વર્ગ માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી રિટાયર્ડ થયેલા જસ્ટિસ આર.પી.ધોલરીયાની નિમણૂક કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તાબા હેઠળના ઓબીસી કમિશનમાં લાંબો સમય ચેરપર્સન તરીકે જવાબદારી અદા કરનારા જસ્ટિસ સુગણાબેન ભટ્ટના અવસાનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકારે આ નિયુક્તિ કરી છે. જેથી લાંબા સમયથી ઓબીસી સમૂહના અનામત અંગેના પ્રશ્નો સંદર્ભે સ્થગિત રહેલી પ્રક્રિયા આગળ વધશે.
આ પણ વાંચો : ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ, – “સુરક્ષા સેતુ સોસાયટી” માત્ર નામની
રાજ્યના અન્ય પછાત વર્ગો ઓબીસી માટેના કમિશનમાં નિયુક્ત રિટાયર્ડ જસ્ટિસ ધોલરીયા હાઇકોર્ટમાં સેવારત હતા ત્યારે હાર્દિક પટેલની સજા મોકૂફીની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. હાલમાં ભાજપમાંથી ચૂંટાયેલા આ ધરસભ્યે 2019 માં કોંગ્રેસમાંથી લોકસભાની ચુંટણી લડવા પોતાને થયેલી સજા માટે સ્ટે માંગવા હાઇકોર્ટમાં ગયા હતા.
આ પણ વાંચો : અમિત જેઠવા હત્યા કેસના મુખ્ય સાક્ષી ધર્મેન્દ્રગીરી પર જીવલેણ હુમલો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને વસ્તીના આધારે પ્રતિનિધિત્વ માટે કાર્યરત રિટાયર્ડ જસ્ટિસ કલ્પેશ એમ. ઝવેરીનું કમિશન આગામી 12 મી ફેબ્રુઆરીએ પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે જેના આધારે પાલિકા-પંચાયતની ચુંટણી યોજાશે.