નેશનલસ્પોર્ટસ

ITAએ જિમ્નાસ્ટ દીપા કર્માકર પર મુક્યો 21 મહિનાનો પ્રતિબંધ, જાણો કેમ કરવામાં આવી કાર્યવાહી

Text To Speech

દેશની સ્ટાર જિમ્નાસ્ટ અને ખેલ રત્ન એવોર્ડ વિજેતા દીપા કર્માકર પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાણકારી મુજબ ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA) દ્વારા ભારતની જિમ્નાસ્ટ દીપા કર્માકરને 21 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે આ પ્રતિબંધ દીપા કર્માકર પર 10 જુલાઈ 2023 સુધી લાગુ રહેશે.

જિમ્નાસ્ટ દીપા કર્માકર 21 મહિના માટે સસ્પેન્ડ 

જિમ્નાસ્ટ દીપા કર્માકર દ્વારા પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવા બદલ ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (ITA) દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. અને તેના પર 21 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું છે કે દીપાએ પ્રતિબંધિત પદાર્થ હાઇજેનામાઇનનું સેવન કર્યું હતું. જેથી ગઈ કાલે ITA એ દીપા કર્માકરને 21 મહિના માટે સસ્પેન્ડ કરી છે. તેમનું સસ્પેન્શન 10 જુલાઈ 2023 સુધી લાગુ રહેશે.

દીપા કર્માકર-humdekhengenews

પ્રતિબંધિત પદાર્થનું કર્યુ હતુ સેવન

ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નેસ્ટિક્સ (FIG) દ્વારા 11 ઑક્ટોબર 2021ના રોજ દીપાના સેમ્પલ સ્પર્ધામાંથી બહાર લેવામાં આવ્યા હતા અને જ્યારે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે હાઈજેનામાઈન માટે પોઝિટિવ જણાયું હતું. તેને વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પ્રતિબંધિત સૂચિમાં મૂકવામાં આવ્યું છે.

દીપા ભારતની ટોચની જિમનાસ્ટ છે

તમને જણાવી દઈએ કે ત્રિપુરાની દીપા દેશની ટોપ જિમ્નાસ્ટ છે. તે 2016 રિયો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી હતી. અને 2018 માં તેણીએ તુર્કીના મેર્સિનમાં FIG આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેલેન્જ કપની વૉલ્ટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સફળતા મેળવનાર તે ભારતની પ્રથમ જિમ્નાસ્ટ બની હતી.

આ પણ વાંચો : જોગીન્દર શર્માએ નિવૃત્તિની જાહેરાતમાં કરી મુરલી વિજયની નકલ

Back to top button