ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

TWITTERની જેમ હવે Instagramમાં પણ BLUE TICK માટે ચૂકવવા પડશે રૂપિયા

Text To Speech

જ્યારથી TWITTERને બિઝનેસમેન એલોન મસ્કે ખરીદ્યું છે ત્યારથી આ પ્લેટફોર્મ પર સતત એકથી વધુ ફેરફારો થઈ રહ્યા છે. તાજેતરમાં જ કંપનીએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ટ્વિટર બ્લુ લોન્ચ કર્યું છે. ટ્વિટર બ્લુ માટે યુઝર્સને દર મહિને 11 ડોલર ચૂકવવા પડે છે. TWITTER બ્લુમાં, લોકોને એકાઉન્ટ પર બ્લુ ટિક અને ઘણી પ્રીમિયમ સેવાઓ મળે છે જે સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. આ દરમિયાન, Instagram હવે તેના પ્લેટફોર્મ પર BLUE TICK માટે પણ ચાર્જ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, Instagram પર 2 બિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે અને હાલમાં કંપની BLUE TICK માટે યુઝર્સ પાસેથી કોઈ પૈસા નથી લેતી.

instagram blue tick
instagram blue tick

Instagram પૈસા પણ લઈ શકે છે

રિવર્સ એન્જિનિયર એલેસાન્ડ્રો પલુઝીએ કહ્યું કે ટૂંક સમયમાં Instagram ટ્વિટરની જેમ બ્લુ ટિક માટે ચાર્જ કરી શકે છે કારણકે તેણે એક કોડ બતાવ્યો છે જેમાં પેઇડ વર્ઝનનો ઉલ્લેખ છે.

Alessandro Paluzzi એ TechCrunch સાથે એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જે અમે તમારી સુવિધા માટે અહીં બતાવી રહ્યાં છીએ. આ કોડ પરથી જાણવા મળે છે કે ટૂંક સમયમાં મેટા, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના બંને પ્લેટફોર્મ પર BLUE TICK ફીચર પેઈડ હોઈ શકે છે.

કોડમાં IDV એ “identity verification” માટે વપરાય છે. જોકે મેટા કે ઈન્સ્ટાગ્રામે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. તેથી જ તે કહેવું ખૂબ જ વહેલું છે કે ઇન્સ્ટાગ્રામમાં બ્લુ ટિક લેવા માટે પૈસા ચૂકવવા પડશે. ઈન્ટરનેટ પરના કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્સ્ટાગ્રામ પણ બ્લુ ટિક માટે ટ્વિટર જેટલો ચાર્જ લઈ શકે છે. ધ્યાન રાખો, સત્તાવાર રીતે કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

Blue Tick on Instagram
Blue Tick on Instagram

Twitter આટલા રૂપિયા વસૂલે છે ચાર્જ

હાલમાં, Twitter વેબ વપરાશકર્તાઓ પાસેથી Twitter Blue માટે 8 ડોલર ચાર્જ કરે છે. iOS અને Android યુઝર્સ પાસેથી, કંપની બ્લુ ટિક અને અન્ય લાભો માટે દર મહિને 11 ડોલર ચાર્જ કરે છે. ટ્વિટર બ્લુની સેવા હાલમાં યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, યુકે, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોર્ટુગલ અને સ્પેનમાં ઉપલબ્ધ છે. ટ્વિટરે હજુ સુધી ભારતમાં ‘Twitter Blue’ લોન્ચ કર્યું નથી.

Back to top button