રાહુ-કેતુ ગોચરથી આ રાશિઓનું ભાગ્ય બદલાશેઃ કરિયર અને આર્થિક બાબતોમાં લાભ થશે
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુના એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવાથી તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. રાહુ-કેતુ અને શનિ સૌથી ધીમી ગતિના ગ્રહ માનવામાં આવે છે. શનિ અઢી વર્ષે તો રાહુ-કેતુ દોઢ વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે. રાહુ-કેતુ દોઢ વર્ષે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે. રાહુ-કેતુ હંમેશા વક્રી ચાલ ચાલે છે. એટલે કે આ બંને ગ્રહોની ચાલ ઉલટી રહે છે. વર્ષ 2023માં 30 ઓક્ટોબરના રોજ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરશે. રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં ગોચર કરશે. રાહુ-કેતુ ગોચરથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. જાણો રાહુ-કેતુ રાશિ પરિવર્તનની લકી રાશિઓ કઇ છે.
વૃષભ
કેતુનુ ગોચર વૃષભના જાતકો માટે અત્યંત લાભકારી રહેવાનું છે. કેતુ ગોચરના પ્રભાવથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જીવનમાં ચાલતી પરેશાનીઓનો અંત આવશે અને તમને પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. તમારુ આરોગ્ય સારુ રહેશે. જીવન આનંદદાયક રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોતો માટે કેતુનુ રાશિ પરિવર્તન અત્યંત શુભ રહેવાનું છે. સિંહ રાશિના જાતકોનો રાહુ-કેતુ ગોચરથી ભાગ્યોદય થશે. માન-સન્માનમાં વધારો થશે. ધન લાભના યોગ બનશે. રોકાણ માટે સારો સમય છે. જમીન-મકાન કે વાહનની પ્રાપ્તિના યોગ છે. જે વસ્તુની જરૂર હશે તે મળશે. સંબંધો સુધરશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે કેતુ ગોચર જીવનમાં સકારાત્મક પરિણામો લાવશે. જાતકોને કાર્યસ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થશે. આકસ્મિક ધન લાભના યોગ બનશે. કરિયરમાં નવી ઉંચાઇઓ આંબશો. વેપારીઓ માટે પણ સમય સારો રહેશે.
મકર રાશિ
કેતુ ગોચર મકર રાશિના જાતકોને જબરજસ્ત લાભ આપશે. આવના નવા માર્ગો ખુલશે. નોકરી કરનારા લોકોની આવકમાં વધારો થશે. વેપારીઓને પાર્ટનરશિપનો લાભ મળશે.
આ પણ વાંચોઃ Couple Fight: હંમેશા ખરાબ નથી હોતા ઝઘડા, આ ફાયદા પણ થાય છે.