Couple Fight: હંમેશા ખરાબ નથી હોતા ઝઘડા, આ ફાયદા પણ થાય છે.
આમ તો ઝધડા કરવા સારુ ગણાતુ નથી. હંમેશા દરેક વ્યક્તિને ઝઘડા ન કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય એ વાત સારી ગણવામાં આવે છે. આવુ કેમ? ઝઘડાને હંમેશા અલગ એંગલથી જોવામાં આવે છે. તમે ક્યારેય વિચાર્યુ પણ નહીં હોય કે નેગેટિવ દેખાતા ઝઘડા રિયલ લાઇફમાં કપલ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને જો અલગ એંગલથી જોવામાં આવે તો આ ઝગડા તેમને દુર કરવાના બદલે અત્યંત નજીક લઇ જાય છે. આવું કેમ થાય છે.
તમને એકબીજાની પડી છે
તમારા પાર્ટનરે કંઇક કહ્યુ અને તમને સારુ ન લાગ્યુ તો તેનો અર્થ એ છે કે તમને એ વાતથી ફર્ક પડે છે કે તમારો પાર્ટનર તમારા વિશે શું વિચારે છે. તમે કોઇ પણ પરિસ્થિતિમાં કોઇ રિએક્શન ત્યારે જ નથી આપતા જ્યારે તમને કોઇ ફર્ક પડતો ન હોય. તમને ચિંતા ત્યારે થવી જોઇએ. ઝધડા દર્શાવે છે કે તમને એકબીજાની પડી છે.
દિલની વાતો સામે આવે છે
ગુસ્સામાં વ્યક્તિ દિલની ભડાસ કાઢી દે છે. કપલ્સ ઘણીવખત શાંતિ જાળવી રાખવા માટે દરેક વસ્તુને મનમાં દબાવી રાખે છે, પરંતુ એ યોગ્ય નથી. તમારા દિલમાં જો એવું કંઇ પણ હોય તો તમે તેને કહી દો. તમારા સાથી સામે ખુલી જાવ એજ સારી વાત છે. તેનાથી તમે એકબીજાને સારી રીતે સમજી શકશો.
ક્વોલિટી આર્ગુમેન્ટ્સ સારી છે
હંમેશા આર્ગુમેન્ટ્સ ખરાબ હોતી નથી. ક્વોલિટી આર્ગુમેન્ટ્સને સારી માનવામાં આવે છે. વાતોને મનમાં દબાવીને રાખવાથી ક્યારેક બ્લાસ્ટ થઇ શકે છે, તેના કરતા કહી દેવાથી સંબંધો સારા રહે છે અને સમસ્યાઓના ઉકેલ મળે છે.
એકબીજામાં વિશ્વાસ વધારે છે
કપલ્સની વચ્ચે જ્યારે વિવાદો થાય છે ત્યારબાદ મેચ્યોર્ડ કપલ સાથે મળીને બધી વાતોના ઉકેલ લાવે છે. આ તેમની વચ્ચેના સંબંધોને મજબુત બનાવે છે. તેમને એકબીજામાં વિશ્વાસ વધે છે. ઝઘડાથી હંમેશા એકબીજા વચ્ચેનું અંતર વધતુ નથી, ક્યારેક ઘટે પણ છે.
આ પણ વાંચોઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સનો રોટલી બનાવવાનો પ્રયાસ, ધી સાથે લુફ્ત ઉઠાવતા દેખાયા જુઓ વીડિયો