હોંગકોંગ આવવા પર દુનિયાભરમાંથી 5 લાખ લોકોને મળશે ફ્રી એર ટિકિટ, જાણો શા માટે આપવામાં આવી ઓફર
કોરોનાના કારણે હોંગકોંગ અને ચીનની સરહદ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયેલ. હોંગકોંગ અને ચીન વચ્ચે તમામ પ્રકારની મુસાફરી બંધ કરાવામા આવી હતી.લ હોંગકોંગના નેતા જોન લીની આ ઓફર એવા લોકો માટે બહાર પાડી છે કે જેઓ કોવિડ-19ના ત્રણ વર્ષ પછી બિઝનેસ કરવા અથવા મુસાફરી કરવા હોંગકોંગ આવવા માંગે છે. આ અભિયાનનું નામ હેલો હોંગકોંગ છે. તેની શરૂઆત શહેરના એક ખાસ કોન્ફરન્સ હોલમાં ડાન્સર્સ અને ફ્લેશિંગ નિયોન લાઈટો સાથે થઈ હતી.
આ પણ વાંચો : NDA માં પણ ચાલી રહ્યો છે મોદીનો મેજીક છેલ્લા 9 વર્ષમાં આટલાં ટકા વોટ શેર મેળવ્યો
આ અભિયાનના ઉદઘાટન સમારોહમાં હેલો હોંગકોંગનું સ્લોગન પણ આપવામાં આવ્યું હતું. આ સૂત્ર રશિયન અને સ્પેનિશ સહિત વિવિધ ભાષાઓમાં આપવામાં આવ્યું હતું. તે જ સમયે, જ્હોન લીએ કહ્યું કે આ અભિયાન બતાવશે કે શહેરને પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું છે અને તેનો હેતુ ચીન વિશેષ વહીવટી ક્ષેત્રમાં વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. હોંગકોંગના પર્યટન ઉદ્યોગને 2019થી મહિનાઓના રાજકીય ઝઘડા પછી વિરોધીઓ અને પોલીસ વચ્ચેની હિંસક અથડામણનો ભોગ બનવું પડ્યુ હતું છે. આ ઉપરાંત રોગચાળા દરમિયાન લાગુ કરાયેલ પ્રવેશ પ્રતિબંધોનો પણ સામનો કરવો પડ્યો છે.
હોંગકોંગના નેતાએ માહિતી આપી હતી
હોંગકોંગના નેતા જોન લીએ કહ્યું કે હોંગકોંગ હવે મેઇનલેન્ડ ચીન અને સમગ્ર આંતરરાષ્ટ્રીય વિશ્વ સાથે જોડાયેલું છે. તે હવે અલગ નથી. અહીં કોઈ પણ પ્રકારનું પ્રતિબંધ નથી, ન તો કોવિડ આઈસોલેશનનો કોઈ નિયમ છે. દુનિયાભરના લોકો અહીં આવીને શહેરની મજા માણી શકે છે. પ્રવાસીઓ માટેના ક્વોટા નાબૂદ કરવામાં આવશે અને તમામ સરહદી ચોકીઓ ફરીથીઆવતા અઠવાડિયે ખોલવામાં આવશે.
આ પણ વાંચો : તાલિબાની નેતાએ મુંબઈમાં મોટા આતંકી હુમલાની ધમકી આપી, વિવિધ શહેરોને એલર્ટ
હેલો હોંગકોંગ અભિયાનના પ્રારંભમાં શહેરના પ્રવાસન, વેપાર અને એરલાઇન્સ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે એરલાઇન્સ કેથે પેસિફિક, હોંગકોંગ એક્સપ્રેસ અને હોંગકોંગ એરલાઇન્સ દ્વારા 1 માર્ચથી છ મહિના માટે વિદેશથી આવતા લોકોને મફત ફ્લાઇટ ટિકિટનું વિતરણ કરવામાં આવશે. ઝુંબેશ સાથે સંકળાયેલી આગામી ઇવેન્ટ્સમાં ક્લોકેનફ્લેપ મ્યુઝિક ફેસ્ટિવલ, હોંગ કોંગ મેરેથોન અને રૂબી સેવન્સ ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે.
6 ફેબ્રુઆરીથી ચીન અને હોંગકોંગ વચ્ચેની સરહદ પાર કરતા મોટાભાગના મુસાફરોએ મુસાફરી કરતા પહેલા COVID-19 PCR નેગેટીવ રિપોર્ટ રજુ કરવો જરૂરી રહેશે નહીં. હોંગકોંગ અને ચીની સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે છેલ્લા સાત દિવસમાં વિદેશ પ્રવાસ કરનારા લોકોએ જ તેમના કોવિડ 19 નેગેટીવ રિપોર્ટની રજૂઆત કરવાની જરૂર રહેશે.
ચીનની ઝીરો કોવિડ પોલિસી
છેલ્લા ત્રણ વર્ષથી કોવિડ-19ને કારણે હોંગકોંગે સરહદ બંધ કરી દીધી હતી. આ દરમિયાન, ત્યાં આવવા માટે ત્રણ અઠવાડિયાનું આઇસોલેશન ફરજિયાત હતું અને તે જ સમયે કોવિડ ટેસ્ટ અને સ્ક્રીનીંગ પણ જરૂરી હતું. ગયા વર્ષે, 2022 ના મધ્ય સુધી, હોંગકોંગે ચીનની ઝીરો કોવિડ નીતિનું પાલન કર્યું હતું. આ પછી તેણે ધીરે ધીરે નિયમોમાં છૂટછાટ આપવાનું શરૂ કર્યું. હોંગકોંગે ડિસેમ્બરમાં મોટાભાગના નિયમોને છોડી દીધા હતા, પરંતુ વિદ્યાર્થીઓએ દૈનિક ઝડપી એન્ટિજેન પરીક્ષણો તેમજ કસરત અને માસ્ક પહેરવા જરૂરી છે.