ટોપ ન્યૂઝનેશનલ

તાલિબાની નેતાએ મુંબઈમાં મોટા આતંકી હુમલાની ધમકી આપી, વિવિધ શહેરોને એલર્ટ

Text To Speech

મુંબઈથી આતંકી હુમલાને લઇ મોટા સમાચાર મળી રહ્યા છે. NIAને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. NIAએ મુંબઈ પોલીસને પણ આ માહિતી આપી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગેલી છે.

આ પણ વાંચો: ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી અમદાવાદમાં તૈયાર, જાણો સમગ્ર માહિતી

સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આ હુમલો હાથ ધરાશે

અહેવાલો અનુસાર, NIAના ઈ-મેલ પર ધમકી આપતો મેલ મળ્યો હતો, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના અગ્રણી નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આ હુમલો હાથ ધરાશે.

જાણો કોણ છે સિરાજુદ્દીન હક્કાની

સિરાજુદ્દીન હક્કાની તાલિબાનના સૌથી ખતરનાક જૂથ હક્કાની નેટવર્કનો વડો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. તાલિબાનમાં હક્કાની નેટવર્કનો નોંધપાત્ર પ્રભાવ છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ હક્કાનીના લોકેશનની જાણકારી માટે રૂ.10 મિલિયનનું ઈનામ રાખ્યું છે.

આ પણ વાંચો: વર્ષ 2016થી સરકારી ભરતીઓમાં પેપરલિકેજ અને નોકરી વેચાણના સોદા: યુવરાજસિંહ જાડેજા

મુંબઈના પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચને મળ્યો હતો ધમકીભર્યો ઈમેલ

આ પહેલા મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ વિસ્તારો પૈકીના એક બાંદ્રા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ માઉન્ટ મેરી ચર્ચને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘આ મેઇલ [email protected] નામના એકાઉન્ટ પરથી આવ્યો હતો. ઈમેલમાં લખવામાં આવ્યું છે કે લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકવાદી હુમલો કરવા જઈ રહ્યું છે.’ ધમકી આપતા ઈ-મેલની માહિતી મળતાની સાથે જ મુંબઈ પોલીસને તેની આ બાબત અંગે જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ દેશના અલગ-અલગ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Back to top button