પાટીદાર નેતા હાર્દિક પટેલ આજે કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે. રાજકીય ક્ષેત્રે પોતાની નવી ઈનિંગ શરૂ કરતા પહેલાં હાર્દિક પટેલે પોતાના નિવાસસ્થાને દુર્ગાપાઠનું આયોજન કર્યું હતું. હાર્દિક પોતાની પત્નિ સાથે પૂજામાં બેઠો હતો. આ પૂજા પછી હાર્દિક એસપીજી ગુરુકુળ ખાતે ગયો, જ્યાં એસપીજી ગુરૂકુળ ખાતે હાર્દિક પટેલ રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગૌપૂજા કરી અને ત્યારબાદ કમલમ જવા રવાના થશે.
2019માં હાર્દિક કોંગ્રેસમાં જોડાયો હતો
હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યો, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેને 18 મેનાં રોજ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.
હાર્દિક હઠ સામે ભાજપે નમતું મૂક્યું
હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટના ભાજપમાં અલગ અલગ સમયે જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ સવારે 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. આ પહેલા બંને ને એક જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી થયું હતું. કમલમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાર્દિક પટેલે જીદ પકડી હોવાની વિગતો સામે આવી રહી છે. એક દિવસ અગાઉ હાર્દિક પટેલ ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે કેટલાક નેતાઓને મળ્યા હતા, જ્યાં તેમણે એકલા જ જોડાવવાની જીદ કરી હતી, ત્યાર બાદ ભાજપે બે અલગ-અલગ પ્રોગ્રામ કરવાનું હવે નક્કી કર્યું છે. ઉલ્લેખનિય છે કે, હાર્દિકની વેલકમ પાર્ટીમાં CM ભુપેન્દ્ર પટેલ હાજર નહિ રહે. માત્ર સીઆર પાટીલની હાજરીમાં જ હાર્દિક ભાજપમાં જોડાશે.