ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજ્યા હતા અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદોના આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : 30 કિમી સુધી પીછો કરી 3 રોમિયોને પકડી પાડતી વડોદરા ‘She Team’
સાંથલ પો.સ્ટે વિસ્તારના કટોસણ ગામમાં રાત્રી લોક દરબાર યોજવામાં આવ્યો જેમાં ગ્રામજનોને વ્યાજખોરી, વ્યસન મુક્તિ, કાયદો અને વ્યવસ્થાની જન જાગૃતિ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ…#MehsanaPolice@sanghaviharsh @dgpgujarat @GujaratPolice pic.twitter.com/m1E7QTT9pD
— SP Mehsana (@SPMehsana) January 27, 2023
પોલીસ તંત્ર દ્વારા તા.05 થી તા.31 જાન્યુઆરી 2023 દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે કુલ 847 એફ.આઇ.આર દાખલ કરી 1481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહિ, માથાભારે વ્યાજખોરો સામે 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવા રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. તા.૦૫/૦૧/૨૩થી ૧૧/૦૧/૨૩ દરમ્યાન લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરેલ છે. #police #gujaratpolice pic.twitter.com/60MU1tqABc
— Gujarat Police (@GujaratPolice) January 18, 2023
આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 2389 લોકદરબાર યોજવામાં આવ્યા છે. લોક દરબારમાં કુલ 14,619 પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ કુલ 1,29,488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરીયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની રજુઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : શેરના ભાવ ડાઉન થતાં વિશ્વ ધનિકોની યાદીમાં અદાણી પહોંચી ગયા આ ક્રમે !
May we help you
લોક દરબાર ????
અમદાવાદ શહેર પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ બેંકોના સંયુક્ત ઉપક્રમે તા. 27/01/2023ના રોજ સવાર કલાક10/00 થી સાંજ કલાક 04/00 સુધી પોલીસ મુખ્ય મથક (હેડકવાટર્સ) શાહીબાગ, અમદાવાદ શહેર ખાતે વ્યાજખોરો વિરૂધ્ધ રજૂઆત સારુ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે. pic.twitter.com/TNYDxfrwdH— Ahmedabad Police ????♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) January 27, 2023
વ્યાજખોરો વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ દ્વારા નવતર અભિગમ અપનાવી, રાજયમાં ફક્ત આંકડા દર્શાવવા નહી પરંતુ ખરેખર કામગીરી થાય, પોલીસ અધિકારીઓ લોકોની વચ્ચે જઇ સમજ આપે અને સામૂહિક લોકજાગૃતિ આવે, હિંમત આવે તે માટે કાર્યવાહી કરી છે. આરોપીઓ પાસેથી ભોગ બનનારને વસ્તુઓ પરત મળે તેવી કામગીરીઓ થઇ છે અને રાજ્યના હજારો લોકોને વ્યાજના દુષણમાંથી બચાવવામાં આવ્યા છે.
— Ahmedabad Police ????♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) January 26, 2023
આ ઉપરાંત તમામ પોલીસ કમિશ્નરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીઓ દ્વારા પોતાના મુખ્ય મથક ખાતે જરુરીયાતમંદ સામાન્ય નાગરિકોને લોન મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધીઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી જીલ્લાના મુખ્યમથક ખાતે અનુકુળ જગ્યાએ જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજયવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવશે.