શેરના ભાવ ડાઉન થતાં વિશ્વ ધનિકોની યાદીમાં અદાણી પહોંચી ગયા આ ક્રમે !
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે વર્ષ 2023માં ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે. એક સમયે એવી અટકળો ચાલી રહી હતી કે ગૌતમ અદાણી ધનવાનોના લિસ્ટમાં પ્રથમ નંબરે આવી જશે. પરંતુ હવે એવો સમય આવી ગયો છે કે ગૌતમ અદાણી ટોપ-10 તો છોડો, ટોપ-20થી પણ બહાર ફેકી ગયા છે. અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ Hindenburg Researchએ ગૌતમ અદાણીને મોટો ઝટકો આપ્યો છે. અદાણીએ ગત વર્ષે 44 અબજ ડોલરની કમાણી કરી હતી પરંતુ છેલ્લા 5 દિવસમાં તેઓ એનાથી પણ વધારે રકમ ગુમાવી ચુક્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્ષ અનુસાર આ વર્ષે અદાણી અત્યાર સુધી 48.5 અજબ ડોલર (લગભગ 39,61,72,49,25,૦૦૦ રૂપિયા)ની નેટવર્થ ગુમાવી ચુક્યા છે. અદાણી ગ્રુપના તમામ જ દસ શેરોમાં ગત દિવસોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેનાથી અદાણીને એક જ દિવસમાં 12.5 અબજ ડોલરનો ઝટકો લાગ્યો હતો અને તેમની નેટવર્થ 72.1 અબજ ડોલર થઇ ગઈ હતી. અદાણી વિશ્વના ધનવાનોના લિસ્ટમાંથી નીચે જઈ રહ્યા છે. એ સાથે જ એશિયામાંથી પણ તેઓની બાદશાહત છીનવાઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના મુકેશ અંબાણી એકવાર ફરી એશિયાના સૌથી વધુ ધનવાન બની ગયા છે.
આ પણ વાંચો:અદાણી એન્ટરપ્રાઇઝે 20 હજાર કરોડનો FPO પાછો ખેંચ્યો, રોકાણકારોના પૈસા પરત મળશે
અદાણીના શેરોમાં 60 ટકા સુધીનો ઘટાડો
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ અને શોર્ટ સેલર હિંડનબર્ગના રીપોર્ટ પછી અદાણી ગ્રુપના ઘણા શેર 60 ટકા સુધી નીચે આવી ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્ષના ટોપ-10 અબજપતિઓના લિસ્ટમાં આ જ કારણોસર ગૌતમ અદાણી સીધા 21માં નંબરે પહોચી ગયા છે. આ વર્ષ એટલે કે 2023ની વાત કરીએ તો ગૌતમ અદાણીની સંપત્તિ 59.2 અબજ ડોલર ઓછી થઈને 60.૩ અબજ ડોલર થઇ ગઈ છે. એક અઠવાડિયામાં જ અદાણીને 52 અબજ ડોલરનો ઝટકો લાગ્યો છે. ગત વર્ષની વાત કરીએ તો ટોપ-10 ધનવાનોના લિસ્ટમાં માત્ર બે જ ભારતીયોની સંપત્તિ વધી હતી. જેમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામેલ હતા. અદાણી કમાણીમાં પ્રથમ નંબરે રહ્યા હતા. એલન મસ્ક અને જેફ બેસોસ સહિત અમેરિકન અબજપતિઓ માટે વર્ષ 2022 સારુ રહ્યું નહતું. જોકે તેઓ માટે હવે સારા દિવસો આવી ગયા છે જયારે ગૌતમ અદાણીના ખરાબ દિવસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો:ગૌતમ અદાણીને પછાડી મુકેશ અંબાણી ફરી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ
લોર્ડ જોન્સનને આપ્યું રાજીનામુ
અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે જ તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) પાછી ખેંચવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ લોર્ડ જોન્સન (51)ની ગયા વર્ષે જૂનમાં લંડન સ્થિત એલારા કેપિટલના ડિરેક્ટર તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. અને તેમણે ગયા બુધવારે આ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.અને તે જ દિવસે અદાણી જૂથે એફપીઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.
જોકે ફોર્બ્સના લિસ્ટમાં ગૌતમ અદાણીને નેટવર્થની બાબતે 17માં સ્થાને બતાવવામાં આવ્યા છે. આ લિસ્ટ અનુસાર ગૌતમ અદાણીનું નેટવર્થ 64.2 બિલિયન ડોલર બતાવવામાં આવ્યું છે. અહી અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝઝનું 20 હજાર કરોડ રૂપિયાનો FPO પણ પરત લઇ લીધો છે. અદાણીએ પોતે નિવેદન જાહેર કરી રોકાણકારોને ગ્રુપ પર ભરોસો જાળવી રાખવાની અપીલ કરી છે.