ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટસ

શું સેના બાદ હવે પોલીસ ફોર્સમાં જોડાશે ધોની ? સોશિયલ મીડિયામાં વાયરલ તસ્વીરનું શું છે સત્ય ?

Text To Speech

ભારતીય ટીમના ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની ફિલ્ડ પછી પણ સતત ચર્ચામાં છે. ભલે તેણે 2020ની 15 ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો પણ ક્રિકેટ ઉપરાંતની પ્રવૃત્તિના કારણે તે સતત ચર્ચામાં રહે છે. હાલમાં ધોનીનો પોલીસ અધિકારીના ડ્રેસમાં લુક વાયરલ થયો છે, જેના પછી લોકોએ વિવિધ વાતો વહેતી થઈ છે પણ શું છે સત્ય તે જાણવાની કોશિશ કરીએ.

Dhoni in Police dress

વાસ્તવમાં ધોની એક ફિલ્મમાં ચમકવાનો છે, જે તામિલ ફિલ્મ છે અને ફિલ્મનું નામ ‘લેટ્સ ગેટ મેરીડ’છે જેનો લુક ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે જેમાં એ પોલીસ અધિકારીના વેશમાં છે. એના હાથમાં એક પિસ્તોલ છે અને એણે બુલેટ-પ્રૂફ જેકેટ પણ પહેર્યું છે. એની આજુબાજુમાં બીજા પોલીસો છે અને નીચે રસ્તા પર પથ્થર પડેલા દેખાય છે.

આ પણ વાંચો : Ind vs Aus : ટેસ્ટ સીરિઝ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજા બાદ થયો ફીટ, ટીમ માટે મોટા સમાચાર

ખાસ વાત એ છેકે ધોનીન પત્ની સાક્ષી આ ફિલ્મના પ્રોડ્યુસર છે. તેમજ ફિલ્મમાં નાદિયા, હરીશ કલ્યાણ, ઈવાના મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મના દિગ્દર્શક છે રમેશ થમિલમણી, જેમની આ પહેલી જ ફિલ્મ છે. ધોનીએ બહુ જ ઓછા બજેટ સાથે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. જે ટુંક સમયમાં રિલિઝ પણ થશે.

ધોનીની આ તસવીર પર ચાહકો જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ એમએસ ધોનીના આ નવા લૂક પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે રિયલ લાઇફમાં ધોની ભારતીય સેનામાં ટેરિટોરિયલ લેફ્ટેનન્ટ કર્નલની માનદ્દ રેન્ક ધરાવે છે. એ માટે તેણે જમ્મુ-કશ્મીરમાં તાલીમ પણ લીધી હતી.

Back to top button