મધ્ય ગુજરાત

સાહેબે બહુ પ્રયત્ન કર્યા, પણ મંત્રીજી કે PA એ સામે ન જોયું

Text To Speech

હમણાં સોમવારના રોજ સિંધુભવન રોડ પર નવા બનેલા પોલીસ મથકના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી આવ્યા હતા ત્યારે પોલીસ બેડાના કેટલાક પોલીસ ઇન્સ્પેકટર ત્યા આસપાસ આંટાફેરા કરતાં દેખાયા હતા.

આ પણ વાંચો : અનાજ કૌભાંડમાં પત્નીને 5 વર્ષની કેદ, પતિ વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ
પોલીસ - Humdekhengenews આ સમારોહમાં વીવીઆઈપી લોકો પણ હાજર રહ્યા હતા ત્યારે કેટલાક નજીકના પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અને અધિકારીઓ આ વીવીઆઈપી લોકોને મળવા માટે આંટાફેરા કરતાં નજરે પડ્યા હતા. એક નેતાના પૂર્વ પ્રિય જેમને વિવાદને કારણે સાઇડમાં ધકેલી દેવામાં આવ્યા હતા તે પણ ત્યાં હાજર હતા. નવા બનેલા પોલીસ મથક બોડકદેવ આસપાસના નજીકના પોલીસ મથકના કેટલાક પોલીસ ઇન્સ્પેકટર આ નેતાજીને મળવા તલપાપડ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો : નવા વર્ષમાં અમદાવાદ પશ્ચિમને આધુનિક સુવિધાથી સજ્જ પોલીસ મથકની ભેટ મળી
પોલીસ - Humdekhengenews તેમના મનમાં હજુ પણ એવું હશે કે પોલીસ ડીપાર્ટમેન્ટમાં પહેલાંની જેમ હજુ પણ બધુ ચાલતું હશે પણ હવે કોઈનું કઈ ચાલતું નથી છતાં આ ઈન્સ્પેકટરો છેલ્લે મંત્રીજીના પીએ ની પણ આસપાસ ફરતા દેખાય હતા અને એમને મળવા પણ ધમપછાડા કરતાં દેખાયા હતા.

Back to top button