ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડી બાબતે આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં મોટો ફેરફાર થશે

Text To Speech

ગુજરાતમાં 5 દિવસ ઠંડીથી રાહત મળશે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન વધશે. તેમજ પવનની ગતિ 24 કલાક જોવા મળશે. તથા સાડા છ કરોડ ગુજરાતીઓને ઠંડીમાંથી મોટી રાહત મળશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો ઘટશે. તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશે. હવામાન વિભાગ પ્રમાણે, હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે.

આ પણ વાંચો: અમૂલ દૂધમાં ધરખમ ભાવ વધારો થયો, ગૃહિણીના બજેટ પર માર પડ્યો

મહત્તમ તાપમાન 38 ડીગ્રી થવાની શકયતા

ઉલ્લેખનીય છે કે નલિયમાં સૌથી નીચું તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 14 ડિગ્રી, ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ડીસામાં પણ તાપમાન 11 ડિગ્રી તાપમાન નોંઘાયુ છે. ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન જાહેર કર્યું છે.

ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે

મધ્ય ગુજરાતના ભાગોમાં અને અમદાવાદના લઘુતમ તાપમાંન 11 ડીગ્રી રહેવાનું અનુમાન છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં લઘુતમ તાપમાન થોડું વધુ રહી શકે છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડીગ્રી આસપાસ પહોંચી જશે. 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રી થવાની શકયતા રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ: એલિસબ્રિજની તક્ષશિલા બિલ્ડીંગમા આગ, ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી

આ વર્ષે ઉનાળો આકરો રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આ વર્ષે ઉનાળો આકરો રહેશે. અને માર્ચ મહિનામાં આકરી ગરમી રહેશે. 4 માર્ચથી ગરમી વધશે. માર્ચ મહિનામાં 40 ડીગ્રી તાપમાન પહોંચી જશે. 25 થી 26 માર્ચના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.

Back to top button